વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના 67મા બર્થ ડેના દિવસે સૌપ્રથમ તેમના માતાના આશીર્વાદ મેળવ્યા. આજે તેમની વર્ષગાંઠના દિવસે પીએમ સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને વિધિવત અર્પણ કરશે. કેવડિયા ખાતે વાગે સાધુસંતોની હાજરીમાં મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે નર્મદા ડેમનું લોકાર્પણ કરી દેશને સમર્પિત કરશે. તદઉપરાંત આજે પીએમ મોદી ગુજરાતમાં જુદા-જુદા કાર્યક્રમો આપવાના છે.
જન્મદિવસ પર માતાના આશીર્વાદ મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત જેની 56 વર્ષથી રાહ જોઇ રહ્યું હતું તે સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કરશે. આ ડેમથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળશે. ડેમથી વીજળી ઉત્પાદનમાં પણ વધારો થશે. પીએમ મોદીના હસ્તે 30 ગેટ ખુલશે તો પાણી ગુજરાતમાં આશાની ધારા લઇને વધશે.