વિશ્વભરના અનેક દેશોમાં મંકીપૉક્સ નામનો વાઇરસ દેખાઈ રહ્યો છે ત્યારે ભારતે પણ આ મુદ્દે સતર્કતા દેખાડવાનું શરૂ કરી દીધું છે.
મની કંટ્રૉલના રિપોર્ટ પ્રમાણે, કેરળ દ્વારા ઍલર્ટ બહાર પાડવામાં આવ્યું છે, જ્યારે તામિલનાડુ દ્વારા સ્ક્રિનિંગ વધારી દેવામાં આવ્યું છે.
મુંબઈ અને રાજકોટ સહિત અલગ-અલગ શહેરો દ્વારા પોતાને ત્યાં સ્થાનિક હૉસ્પિટલોમાં એમપૉક્સ વાઇરસ માટે અલગ આઇસૉલૅશન વૉર્ડ ઊભા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
આ પહેલાં દિલ્હી એઇમ્સ દ્વારા એમપૉક્સના દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તેના વિશે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. આ પહેલાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમપૉક્સ વાઇરસને આંતરરાષ્ટ્રીય ચિંતા તથા જાહેર આરોગ્ય માટે કટોકટીરૂપ ગણાવ્યો હતો.