આંધ્ર પ્રદેશના ફાર્મા યુનિટમાં વિસ્ફોટથી મચ્યો કોહરામ, 13 કર્મચારીઓની મોત 50થી વધારે ઈજાગ્રસ્ત

ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (10:36 IST)
આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક ફાર્મામાં થયેલા વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી ફાર્મામાં કામ કરતા 13 કર્મચારીઓના મોત થયા છે જ્યારે 50થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
 
અધિકારીઓની વાત માનીએ તો આ આંકડો હજુ વધી શકે છે.
વિસ્ફોટના કારણ વિશે વાત કરીએ તો, તે અચ્યુતપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં ફાર્માસ્યુટિકલ કંપની એસિન્ટિયામાં લંચ બ્રેક દરમિયાન થયો હતો. આ સાથે જ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે લંચ બ્રેક દરમિયાન વિસ્ફોટ બાદ કંપની પરિસરમાં ભીષણ આગ લાગી હતી. કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ જીવ બચાવવા બહાર દોડી ગયા હતા.
 
અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિસ્ફોટ સમયે કંપનીમાં લગભગ 300 કર્મચારીઓ હાજર હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર