UP by Election - 10 સીટો પર થનારી વિધાનસભા પેટા ચૂંટણી માટે BJP એ લગાવી બધી તાકત, યોગીના 16 મંત્રીઓ ડ્યુટી પર

Webdunia
શનિવાર, 6 જુલાઈ 2024 (12:15 IST)
બીએલ સંતોષ આ દસ બેઠકો પર ભાજપની ચૂંટણી તૈયારીઓનો પણ રિપોર્ટ લેશે. ભાજપ પેટાચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા માંગે છે. આ માટે પેટાચૂંટણીમાં યોગી સરકારના 16 મંત્રીઓની પણ ડ્યુટી લગાવી દેવામાં આવી છે.
 
 લખનૌ - યૂપીમાં લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી હવે બીજેપીએ 10 સીટો પર થનારી વિધાનસભા પેટાચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકત લગાવી દીધી છે.  જો કે હાલ હાલ વિધાનસભા પેટાચૂંટણીની તારીખોનુ એલાન થયુ નથી પણ બીજેપીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  
 
પેટાચૂંટણીમાં બીજેપી વધુથી વધુ સીટ જીતવા માંગે છે. આ માટે પેટાચૂંટણીમાં યોગી સરકારે 16 મંત્રીઓની ડ્યુટી પણ લગાવી દીધી છે જે આ રીતે છે... 
 
લોકસભા ચૂંટણીના આ રહ્યા પરિણામ  
તાજેતરમાં થયેલી લોકસભા ચૂંટણીમાં યૂપીની 89 સીટમાં સમાજવાદી પાર્ટીને 37, કોંગ્રેસને 6, બીજેપીને 33, આરએલડીને બે અને અપના દળ ને એક સીટ મળી હતે. ઈંડિયા ગઠબંધને 43 સીટ જીતીને બીજેપીને કરારો ઝટકો આપ્યો હતો. 
 
 
1. કરહલમાં જયવીર સિંહ 
2. મિલ્કીપુરમાં સૂર્ય પ્રતાપ શાહી અને મયંકેશ્વર શરણ ​​સિંહ
3 . કટેહરીમાં સ્વતંત્ર દેવસિંહ અને આશિષ પટેલ
4. સિસમાઉમાં સુરેશ ખન્ના અને સંજય નિષાદ
5. ફુલપુરમાં દયા શંકર સિંહ અને રાકેશ સચાન 
6. મંઝવાનમાં અનિલ રાજભર
7. ગાઝિયાબાદ સદરમાં સુનીલ શર્મા
8. મીરાપુરમાં અનિલ કુમાર અને સોમેન્દ્ર તોમર 
9. ખેર માં લક્ષ્મી નારાયણ ચૌધરી 
10. કુંડાર્કીમાં ધરમપાલ સિંહ અને જેપીએસ રાઠોડ

સંબંધિત સમાચાર

Next Article