પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું, “આ દુર્ઘટનામાં ઘણા પરિવારોને નુકસાન થયું છે. ઘણા લોકોનું મૃત્યુ થયું છે. જોકે, હું દુર્ઘટનાને રાજકીય રીતે નથી જોઈ રહ્યો. વહીવટી તંત્રમાં ખામીઓ તો છે. ભુલો થઈ છે. તેના વિશે માહિતી મળવી જોઇએ.”
રાહુલે કહ્યું, “હું ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને કહેવા માંગુ છું કે પીડિતોને વળતર વધારે મળવું જોઇએ. આ સમયે (તેમને) વળતરની જરૂર છે અને તેમાં મોડું ન થવું જોઇએ. (વળતર) છ મહિના કે એક વર્ષ પછી મળે તો કોઈ ફાયદો નથી.”