આજે પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી કરવામાં આવી છે. જેમાં તાપી, વલસાડ, નવસારી, સુરત, નર્મદા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાયનાં રાજ્યનાં 24 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હેવ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું છે. કડી, જોટાણા, તેમજ સાબરકાંઠા, દાંતા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કડીમાં સવા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. જ્યારે દાંતામાં સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી આવ્યા હતા. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાંતામાં ચાર કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો.દાંતાની હોસ્પિટલમાં પાણી ઘૂસી જતાં દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.