Agni-Prime Missile Test: અગ્નિ પ્રાઈમ મિસાઈલનુ ઓડિશામાં સફળ પરીક્ષણ, 2000 કિલોમીટરની સીમા સુધીની મારક ક્ષમતા

Webdunia
સોમવાર, 28 જૂન 2021 (18:00 IST)
ભારતે આજે  સવારે 10 વાગીને 55 મિનિટ પર ઓડિશાના તટ પર ડો. અબ્દુલ કલામ ટાપૂ પર અગ્નિન સિરીઝની એક નવી મિસાઈલ અગ્નિ પ્રાઈમનુ સફળ પરીક્ષણ કર્યુ. નવી પરમાણુ સક્ષમ મિસાઈલ સંપૂર્ણ રીતે કમ્પોઝિટ મૈટિરિયલથી બનેલી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પરીક્ષણ દરમિયાન મિસાઈલ બધા માપદંડ પર સટીક જોવા મળી છે. અગ્નિ સીરીજની આ નવી મિસાઈલ  Agni Prime 1000-2000  કિલોમીટર સુધી સટીક નિશાન સાધી શકે છે. આશા છે કે આ મિસાઈલ જલ્દી જ સેનમાં સામેલ કરી શકાય છે. આ મિસાઈલ પરમાણુ હથિયારોની સાથે હુમલો કરવામાં સક્ષમ છે. 
 
2000  કિલોમીટરની સીમા સુધી લક્ષ્યને મારી શકે છે મિસાઈલ 
પૂર્વ કિનારે આવેલા વિવિધ ટેલિમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઈલને ટ્રેક અને મોનિટર કરી હતી. જ્યારે ડીઆરડીઓના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઉચ્ચ સ્તરની સટીકતા સાથે બધા મિશન ઉદ્દેશ્યોને પુરા કરતા ટેસ્ટબુક ટ્રેજેક્ટરીનુ પાલન કરે છે. "DRDO અધિકારીએ એ પણ કહ્યુ કે આ 2000 કિલોમીટરની સીમા સુધી લક્ષ્યને મારી શકે છે, અને આ વર્ગની અન્ય મિસાઈલોની તુલનામાં ખૂબ નાની અને હલ્કી છે. નવી મિસાઈલમાં અનેક નવી તકનીકોને સામેલ કરવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે ભારતે પહેલીવાર 1989 માં અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. તે સમયે અગ્નિ મિસાઇલની રેન્જ લગભગ 700 થી 900 કિ.મી.હતી. ત્યારબાદ વર્ષ 2004માં તેને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત અગ્નિ સીરિઝહી 5 મિસાઈલ લોન્ચ કરી ચુક્યુ છે. 
 

સંબંધિત સમાચાર

Next Article