ઓનલાઈન ક્લાસમાં અચાનક ચાલુ થયો પોર્ન વીડિયો, પ્રોફેસરે નોંધાવી FIR

સોમવાર, 28 જૂન 2021 (12:30 IST)
કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે નુકશાન થતુ અટકાવવા ઓફિસવર્કથી લઈને અભ્યાસ બધુ જ મોબાઈલ અને લૈપટોપ સુધી સીમિત કરી દેવામાં આવ્યુ છે આવામાં વિદ્યાર્થી ગયા વર્ષથી જ ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે મુંબઈના વિલેપાર્લેના એક કોલેજની ઓનલાઈન ક્લાસમાં કેટલાક તોફાનીઓએ પોર્ન વીડિયો ચલાવી દીધો. જેવી કોલેજની ઓનલાઈન ક્લાસ રો થઈ તો કેટલાક અજ્ઞાત આરોપીઓએ અશ્લીલ વીડિયો અપલોડ કરી દીધો. જ્યારબાદ આ ઘટનાની ફરિયાદ પોલીસને કરવામાં આવી, જુહુ પોલીસે મામલો નોંધીને આરોપીની શોધખોળ કરી રહી છે. 
 
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલો ચાર દિવસ પહેલાનો છે જ્યારે એક કોલેજના પ્રોફેસર જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેના આધારે અજાણ્યા શખ્સ સામે આઈપીસી અને આઇટી એક્ટની કલમ 292, 570 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. છે.
 
પહેલા પણ આવી હતી ફરિયાદ 
 
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ વિદ્યાર્થી કે બહારના તત્વોએ કોઈ ઓનલાઇન વર્ગમાં આવું કૃત્ય કર્યું હોય. પહેલાથી જ શિક્ષકો અને પ્રોફેસરો ઓનલાઇન વર્ગમાં આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં, યુપીના અટારામાં એક ઓનલાઈન ક્લાસ દરમિયાન એક પોર્ન વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ સ્કૂલ મેનેજમેન્ટે શિક્ષકને દોષી ઠેરવ્યો હતો. એટલું જ નહીં, આ મામલે સાયબર સેલમાં એક રિપોર્ટ પણ દાખલ કરાયો હતો. દેશના અન્ય ભાગોમાં પણ આવા કેટલાક કેસો નોંધાયા છે.
 
મળતી માહિતી મુજબ શિક્ષકે ક્લાસના વિદ્યાર્થીઓને  ઓનલાઇન શિક્ષણની લિંક ગુગલ મીટ દ્વારા વર્ગના વોટ્સએપ ગ્રુપ પર શેર કરી. સવારે 11 થી 11:55 સુધી ઓનલાઇન અભ્યાસનો સમય હતો. ઓનલાઇન ક્લાસ દરમિયાન પોર્ન વિડિઓ શરૂ થયો જેને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હંગામો મચી ગયો. . આ બાબતે સ્કૂલ મેનેજમેંટને ફરિયાદ કરવામાં આવી હતી તો સ્કૂલ મેનેજમેન્ટે ઉતાવળમાં શાળામાંથી ટીચરને કાઢી મુક્યા. આટરા પોલીસ મથકે સમગ્ર મામલાની તપાસની જાણ સાથે સાયબર સેલમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર