દેશમાં વેક્સીનનની ગતિથી PM મોદી સંતુષ્ટ, અધિકારીઓને કહ્યુ - ટેસ્ટિંગ મુખ્ય હથિયાર, ધીમી ન થવી જોઈએ ગતિ

શનિવાર, 26 જૂન 2021 (21:46 IST)
કોવિડ-19 સાથે ચાલુ જંગની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં કોરોના વેક્સીનની સ્થિતિ પર સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં પીએમ કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત સ્વાસ્થ્ય સચિવ અને નીતિ આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય ડોક્ટર વી કે પોલ પણ હાજર હતા. માહિતી મુજબ આ બેઠકમાં અધિકારીઓએ દેશમાં વેક્સીનને લઈને વર્તમાન સ્થિતિને લઈને પીએમ મોદીની સામે પ્રેજન્ટેશન આપ્યુ. પ્રધાનમંત્રીને સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફંટલાઈન વર્ક્સ અને સામાન્ય લોકોને આપવામા આવી રહેલ વેક્સીનેશન વિશે માહિતી આપવામાં આવી. 
 
અધિકારીઓએ આવનારા મહિનામાં વેક્સીન સપ્લાય અને પ્રોડક્શન વધારવા માટે કરવામાં આવી રહેલ કાર્યો સાથે અવગત કરાવ્યા. પ્રધાનમંત્રીને બતાવવામાં આવ્યુ છે કે છેલ્લા 6 દિવસમાં 3.77 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આ મલેશિયા, સઉદી અરબ અને કનાડા જેવા દેશોના કુલ વસ્તીથી પણ વધુ છે. 
 
અધિકારીઓએ સમીક્ષા બેઠકમાં વડા પ્રધાનને કહ્યું  કે અમે લોકોને વેક્સીનેશન સુલભ બનાવવા માટે નવા-નવા પ્રકાર શોધવા અને તેનો અમલ કરવા અમે રાજ્ય સરકારો સાથે સંપર્કમાં છીએ.
 
આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે કોવિન મંચના રૂપમાં ભારતની સમૃદ્ધ તકનીકી વિશેષજ્ઞતાની સાથે બધા દેશોની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પીએમઓની તરફથી બતાવાયુ છે કે દેશના 128 જીલ્લામાં 45થી અધિક વયની 50 ટકા વસ્તેને વેક્સીન આપવામાં આવી છે. આ ઉપરાંત 16 જીલ્લામાં 45થી વધુના વયના 90 ટકા લોકોને વેક્સીન આપી ચુકાઈ છે.  પીએમ મોદીએ દેશમાં વેક્સીનની ગતિને લઈને સંતુષ્ટિ બતાવી છે અને અધિકારીઓને આદેશ આપ્યો છે કે આ ગતિને આગળ પણ કાયમ રાખવાની જરૂર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર