Covid-19: આવતીકાલથી મફત વેક્સીન અભિયાન, રજીસ્ટ્રેશન જરૂરી છે કે નહી જાણો ?

રવિવાર, 20 જૂન 2021 (23:34 IST)
દેશમાં કોરોના સંક્રમણથી ચાલુ જંગ વચ્ચે સોમવારે આખા દેશમાં18 વર્ષથી વધુ વયના લોકોને મફત વેક્સીન લગાવવામાં આવશે. 7 જૂનના રોજ પ્રધાનમંત્રી મોદીએ આ વાતનુ એલાન કર્યુ હતુ કે સરકાર બધા રાજ્યોને મફત વેક્સીન આપશે, જેથી વયસ્કોને આ વેક્સીન જલ્દી લગાવી શકાય. પીએમના આ એલાન પછી હવે 18 વર્ષથી વધુ બધા લોકો મફત વેક્સીન લઈ શકશે.  જો કે રાજ્યો એ પહેલાથી જ બધા માટે મફત વેક્સીનનુ એલાન કરી રાખ્યુ છે. 
 
ઘણા લોકોના મનમાં એક સવાલ છે કે સોમવારથી મફત વેક્સીનન ડ્રાઇવ શરૂ થયા પછી, શુ તેમને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યા પછી જ કેન્દ્રમાં જવું પડશે? તેનો જવાબ એ છે કે તમામ સરકારી અને ખાનગી રસી કેન્દ્રો પર ત્યા જઈને રજિસ્ટ્રેશન કરાવવાની સુવિધા હવે  ઉપલબ્ધ રહેશે. મતલબ એ કે તમારે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તમે વેક્સીન લગાવવા સીધા વેક્સીન કેન્દ્રમાં જાવ ત્યાં ઓનલાઇન રજીસ્ટ્રેશન થઈ જશે. કોવિન અથવા આરોગ્ય સેતુ એપ પર અગાઉથી નોંધણી કરવાની જરૂર નથી.
 
કેન્દ્ર સરકાર દ્વારા પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે રાજ્યોએ વેક્સીન ઉત્પાદકો પાસેથી વેક્સીન ખરીદવી નહી પડે.  કેન્દ્ર 75 ટકા વેક્સીનની ખરીદી કરશે અને તેને તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે વિતરીત કરશે. ઉલ્લેખનીય છે કે  અત્યાર સુધી દેશના કરોડો લોકોને મફત રસી મળી છે. હવે તેમાં 18 વર્ષની વયના લોકો પણ તેમા જોડાશે.  બધા દેશવાસીઓ માટે ભારત સરકાર મફત વેક્સીન ઉપલબ્ધ કરાવશે. 
 
દેશમાં બની રહેલી વેક્સીનમાંથી 25 ટકા પ્રાઈવેટ સેક્ટરના હોસ્પિટલ સીધી લઈ શકે, એવી વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવશે.  પ્રાઈવેટ હોસ્પિટલ, વેક્સીનની નક્કી કિમંત ઉપરાંત એક ડોઝ પર વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે. તેની દેખરેખનું કરવાનુ કાર્ય રાજ્ય સરકારોની પાસે જ રહેશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર