Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Webdunia
બુધવાર, 18 ડિસેમ્બર 2024 (12:49 IST)
What is the real story of Santa Claus - દર વર્ષે દુનિયાભરમાં અનેક લોકો 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ મનાવે છે. ક્રિસમસની રાત્રે સાન્તાક્લોઝ બાળકોને ભેટ આપે છે. ઉલ્લેખનીય છે કે ક્રિસમસ પર લોકો પ્રભુ યીશુનો જન્મદિવસ ઉજવે છે. આ લેખમાં અમે તમને બતાવીશુ કે છેવટે કેમ ક્રિસમસના તહેવાર પર સાંતા ક્લોસનો ઉલ્લેખ થય છે અને તેમની શુ સ્ટોરી છે. 
 
સાંતા ક્લોસ કોણ હતા  ?
ઉલ્લેખનીય છે કે સાન્તાક્લોઝનુ અસલી નામ સાંતા નિકોલસ બતાવાય રહ્યુ છે. જો વાત કરીએ સાંતા નિકોલસના જન્મની તો તેમનો જન્મ તુર્કિસ્તાનના માયરા નામના શહેરમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે ઈતિહાસકારો મુજબ પ્રભુ યીશુના મૃત્યુ પછી તેમનો જન્મ થયો હતો. 
 
એવુ માનવામાં આવે છે કે તે પર્વતો પર બર્ફીલા સ્થાન પર રહે છે. ક્રિસમસના તહેવાર પર સાંતા ક્લોસ બાળકોને ભેટ આપતા હતા. ઉલ્લેખનીય છે કે સાંતા ક્લોસ અને પ્રભુ યીશુની વચ્ચે મુખ્ય રૂપથી કોઈ સંબંધ નથી પણ સાંતા ક્લોસનુ ક્રિસમસ પર ઘણુ મહત્વ હોય છે. 
 
ઉલ્લેખનીય છે કે એક સ્ટોરી મુજબ એક ગરીબ વ્યક્તિના ઘરે સાંતા ક્લોસે ત્રણ પુત્રીઓની જીંદગીમાં ખુશીઓ ભરી દીધી હતી. કારણ કે ગરીબ વ્યક્તિની પુત્રીઓએ ઘરની બહાર મોજા ટાંગ્યા હતા જેમા તેમને સોનાના સિક્કા ભરીને મુક્યા હતા. ત્યારબાદથી જ લોકો આજે પણ ક્રિસમસ પર ઘરની બહાર મોજા ટાંગે છે. 
 
જાણો ક્યારે બન્યા હતા પાદરી ?
સાંતા ક્લોસ પોતાના માતા-પિતાની મૃત્યુ પછીથી જ ખૂબ નાની વયમાં પાદરી બની ગયા હતા. એવુ માનવામાં આવે છે કે તેઓ સેંટ નિકોલસ સ્વભાવથી ખૂબ દયાળુ હતા અને બાળકો તેમણે ખૂબ પસંદ કરતા હતા અને આ કારણથી તેઓ બાળકોને ઘણા બધા ગિફ્ટ પણ આપતા હતા. 
 
આટલુ જ નહી તેમના મોત પછીથી જ તેઓ ક્રિસમસ પર મઘ્ય રાત્રિમાં જ્યારે બધા ઉંડી ઉંધમાં રહેતા તો ત્યારે તેઓ બાળકોને ભેટ આપવા જતા હતા. તેઓ રાતના અંધારામાં બાળકોને ગિફ્ટ્સ તેથી આપતા હતા જેથી તેમને કોઈ ઓળખી ન લે. 
 
 સાંતા ક્લૉસનુ ગામ 
ઉલ્લેખનીય છેકે સાંતા ક્લૉસનુ ગામ બરફથી ઢલાયેલા ફિનલેંડમાં રોવાનિએમીમાં સ્થિત છે અને આ ગામ આખુ વર્ષ બરફથી ઢંકાયેલુ રહે છે. ઉલ્લેખનીય છે કે આ સ્થાન પર સાંતા ક્લોઝની ઓફિસ પણ છે અને અહી લોકો આજે પણ પોતા પોતાની ચિઠ્ઠીઓ મોકલે છે અને પછી આ બધી ચિઠ્ઠીઓને ઓફિસમાં ટીમ એકત્ર કરે છે અને પછી તે જે ઓફિસના મુખ્ય કર્મચારી હોય છે તે સફેદ દાઢી અને લાલ પોશાકમાં સાંતા ક્લૉસની વેશભૂષમાં આ ચિઠ્ઠીઓનો જવાબ પણ આપે છે.  રોવાનિએમી આવનારા પર્યટકોને અહી ફોટો ક્લિક કરવાની અનુમતિ નથી હોતી. 

સંબંધિત સમાચાર

Next Article