ચૂંટણી પરિણામ પછી આવી PM મોદીની પહેલી પ્રતિક્રિયા, બોલ્યા - હુ વિશ્વાસ આપુ છુ કે ...

Webdunia
રવિવાર, 3 ડિસેમ્બર 2023 (17:31 IST)
PM Modi reaction on Assembly Election Result ચાર રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામ બતાવી રહ્યા છે કે ભારતની જનતાનો વિશ્વાસ ફક્ત અને ફક્ત સુશાસન અને વિકાસની રાજનીતિમાં છે. તેમનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં છે. 
 
પીએમ મોદીએ મઘ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની જનતાને નમન કરતા કહ્યુ કે ભાજપા પર તમારો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ વરસાવવા માટે આ બધા રાજ્યોના પરિવારજનોનો ખાસ કરીને માતાઓ-બહેનો-દિકરીનો, અમારા યુવા વોટર્સનો હ્રદયપૂર્વક આભાર પ્રગટ કરુ છુ.  સાથે જ આ વિશ્વાસ અપાવુ છુ કે તમારા કલ્યાણ માટે અમે નિરંતર અથાક પરિશ્રમ કરતા રહીશુ. 
 
પીએમ મોદીએ કાર્યકર્તાઓનો આભાર માન્યો 
પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં પાર્ટી કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ વધાર્યો છે. પીએમે કહ્યુ, આ અવસર પર પાર્ટીના બધા પરિશ્રમી કાર્યકર્તાઓનો ખાસ કરીને આભાર.  આપ સૌએ અદ્દભૂત મિશાલ ઉભી કરી છે. ભાજપાની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને તમે જે રીતે લોકો સુધી પહોચાડી તેની જેટલી પણ પ્રશંસા કરુ એટલી ઓછી છે.  આપણે વિકસિત ભારતના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યા છે. આપણે થોભવાનુ પણ નથી કે થાકવાનુ પણ નથી. આપણે ભારતને વિજયી બનાવવાનુ છે. આજે આ દિશામાં આપણે બધાએ એક થઈને એક સશક્ત પગલુ ઉઠાવ્યુ છે. 
 
ત્રણેય રાજ્યોમાં બીજેપી પૂર્ણ બહુમત સાથે બનાવશે સરકાર 
 
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ મઘ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમા એક તરફી જીત નોંધાવી છે. મધ્યપ્રદેશમાં પાર્ટી 160 સીટોથી આગળ છે તો બીજી બાજુ છત્તીસગઢમાં 57 સીટો પર બીજેપીને બઢત છે. રાજસ્થાનમાં પણ 117 સીટો પર ભાજપા આગળ છે. ત્રણેય રાજ્યોમાં બીજેપી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. 

સંબંધિત સમાચાર

Next Article