WHATSAPP NEW POLICY - એગ્રી કરશો તો પ્રાઈવેસી ખતમ, નહી કરો તો એકાઉંટ ડીલીટ કરવુ પડશે, જાણો શુ છે વોટ્સએપની નવી પોલીસી

Webdunia
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (18:43 IST)
વોટ્સએપે તેના યુઝર્સ  સામે નવી શરતો મૂકી છે. જો તમે 8 ફેબ્રુઆરી સુધીમાં તેને સ્વીકારશો નહીં, તો તમારું એકાઉન્ટ ડિલીટ થઈ જશે.  ચાલો ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં 200 કરોડથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. અમે તમને જણાવી રહ્યા છીએ વ્હોટ્સએપની નવી શરતો શું છે ...
 
 જાણો  શું છે વોટ્સએપની નવી પોલિસી
 
વોટ્સએપ યુઝર્સને કંપનીની નવી શરતો અને પ્રાઈવેસી પોલીસીના અપડેટ્સ મળી રહ્યા છે. જેમાલખ્યું છે કે નવી નીતિ 8 ફેબ્રુઆરી 2021 થી અમલમાં આવી રહી છે. જો તમે આ નિયમો અને નીતિ સાથે સહમત છો, તો પછી તમારી સંમતિ આપો નહી તો 8 ફેબ્રુઆરી પછી તમે એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો નહીં. હાલ વોટ્સએપની નવી પોલીસીમાં 'એગ્રી' અને 'નોટ નાઉ' નો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. 
 
વોટ્સએપની નવી ટર્મ્સ અને પોલીસી મુજબ યુઝર્સ જે કંટેટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેંડ કે રીસીવ કરે છે. કંપની તેને ક્યાય પણ યૂઝ, રિપ્રોડ્યૂસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસ્પ્લે કરી શકે છે. ટૂંકમાં જો તમે વોટ્સએપની આ પોલીસી સાથે એગ્રી છો તો કંપની તમારા ડેટા સ્ટોરનો ઉપયોગ ક્યાય અન્ય કે પોતાની પેરેંટ કંપની ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર કરી શકશે. 
 
જાહેરાત માટે  તમારા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે
 
ઉલ્લેખનીય છે કે જ્યારે તમારા ડેટાનો એક્સેસ વોટ્સએપ પાસે હશે તો  એ અન્ય કંપનીઓને યૂઝર પ્રોફાઈલિંગ માટે તેને પૂરો પાડી શકશે. આ આધાર પર જાહેરાત નક્કી થસહે. મતલબ જઓ તમે વોટ્સએપ પેમેંટનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા એક્સપેંસ બિહેવિયર વિશે કંપનીને જાણ રહેશે. મતલબ તમે કંઈ હોટલમાં જાવ છો. અને કેવી રીતે અને કેટલી રેંજના બ્રૈડસ પર પૈસા ખર્ચ કરો છો વગેરે માહિતી વોટ્સએપ પાસે હશે. 

સંબંધિત સમાચાર

Next Article