ટાટા મોટર્સ (TATA Motors) ખૂબ જલદી ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ટિગોર ઇવી (Tigor EV) નું નવું મોડલ લોન્ચ કરવા જઇ રહી છે TATA TIGOR ટાટા મોટર્સનું ખાસ ધ્યાન ઇલેક્ટ્રિક વાહનો પર છે. ગયા મહિને, TATA એ નવી ઇલેક્ટ્રિક Tigor EV લૉન્ચ કરી હતી. કંપનીનો દાવો છે કે નવી Tigor સિંગલ ચાર્જ પર 250 કિમી ચાલી શકે છે. નવી Tigor EVની કિંમત 11.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીનું કહેવું છે કે આ ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. તેની બેટરી એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. બેટરી પર 8 વર્ષની વોરંટી છે.
વર્તમાન Tigor EVની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 12.24 લાખ રૂપિયા છે જે ટોપના મોડલ માટે 13.24 લાખ રૂપિયા સુધી જાય છે