Home Remedies - જો તમે પણ ફ્લેટ ટમી મેળવવા માંગો છો તો અપનાવો આ 5 ટિપ્સ

Webdunia
શુક્રવાર, 3 નવેમ્બર 2017 (12:45 IST)
આજના સમયમાં ફિટ બોડી મહિલાઓ અને પુરૂષોની પ્રથમ પસંદ બની ચુકી છે. પણ બગડતા લાઈફસ્ટાઈલને કારણે વધતા વજન અને ચરબી પર્સનાલિટીને ખરાબ કરી દે છે. આવામાં વેટ લૉસ કરવા અને ફ્લેટ ટમી માટે લોકો ન જાણે કેવા કેવા નુસ્ખા અપનાવતા રહે છે. આ જે અમે તમને પેટની ચરબી ઓછી કરવાની કેટલીક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે પણ ફ્લેટ ટમી મેળવી શકો છો. 
 
જાણો શુ છે આ ટિપ્સ - 
 
- ઈંડા 
 
ઈંડામાં પ્રોટીન અને વિટામિન એ, બી અને ઈ હોય છે. આ ઉપરાંત કેલ્શિયમ, પોટેશિયમ, સલ્ફર અને મિનરલ્સ પણ ખૂબ હોય છે. વજન ઘટાડવા માટે તમે ઈંડાનો સફેદ ભાગ જ ખાવ કે પછી આમલેટ બનાવો તો ઘી નો ઉપયોગ ઓછામાં ઓછો કરો.. 
 
-કેળા 
 
કેળામાં ઘણા ફાઈબર્સ હોય છે. તેને ખાવાથી ખાવાનુ જલ્દી પછી જાય છે.  એસિડિટી થતી નથી અને શરીરને ઠંડક મળે છે. 
 
- ચિકન 
 
તેમા પ્રોટીન વધુ માત્રામાં હોય છે.  આવામાં આ સમય તેને ખાવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર અસર પડે છે. પણ તેને ખાવાથી શરીરમાં તાકત આવે છે અને આ તમારી માંસપેશીઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. 
 
- સાગના પાન 
 
સાગના પાન મોટેભાગે તમારા ડાયેજેશન સિસ્ટમને ઠીક કરે છે. જેનાથી તમારુ પેટ સાફ રહે છે.  તેથી આ પેટને સ્લિમ કરવામાં ખૂબ અસરદાર છે. 
 
 - ફુદીનાની ચા 
 
આ ચા ફૈટ બર્ન માટે ખૂબ લાભકારી છે. આ પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરે છે. જેવી કે સોજો ગેસ અકડન વગેરે. ફુદીનાની ચા તમારા હેલ્ધી પેટ માટે સારી ચોઈસ છે. 

સંબંધિત સમાચાર

Next Article