માથાનો દુ:ખાવો દૂર કરવાની 12 અસરદાર ટિપ્સ

શનિવાર, 28 ઑક્ટોબર 2017 (09:55 IST)
ભાગદોડથી ભરેલી લાઈફસ્ટાઈલ અને રિલેક્સશન ન મળવાને કારણે કે અન્ય અનેક કારણોથી મોટાભાગે માથાનો દુ:ખાવો થઈ જાય છે. આવામાં વધુ પેન કિલર ખાવાથી રિએક્શનનો ભય રહે છે.  તેથી માથનઓ દુખાવો દૂર કરવા માટે તમે ઘરેલુ ઉપાયોનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
1. કેસર અને બદામને વાટીને સૂંઘવા અને લગાવવાથી માથાનો દુ:ખાવામાં રાહત મળે છે.  
2. થોડીક જાયફળ  દૂધમાં ઘસીને માથા પર લગાવવાથી માથાના દુ:ખાવામાં રાહત અનુભવાય છે. 
3. પિપરમેંટનુ તેલ લગાવવાથી પણ માથાનો દુ:ખાવામાં તરત આરામ મળે છે. 
4. ડુંગળી સૂંઘવાથી કે માથા પર ડુંગળીનો રસ લગાવવાથી માથાનો દુ:ખાવો દૂર થઈ જાય છે. 
5. ચંદનમાં પિપરમેંટ મિક્સ કરીને માથા પર લગાવવાથી માથાના દુ:ખાવામાં તરત રાહત મળે છે. 
6. માથા પર ઠંડા પાણીની ધાર પાડવાથી માથાના દુ:ખામાં રાહત મળે છે.  
7. દૂધીના ગુદાને માથા પર લેપ કરવાથી માથાના દુ:ખામાં તરત જ આરામ મળે છે 
8. માથાના દુ:ખામાં લીંબૂ, આલૂ કે આમલીનુ શરબત પીવાથી ખૂબ આરામ મળે છે. 
9. સૂંઠનો પાવડર બનાવીને બોટલમાં ભરીને મુકી લો. જ્યારે પણ માથાનો દુ:ખાવો થાય તો સૂંઠ પાવડર લઈને તેમા પાણી મિક્સ પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા પર લગાવો. હળવી બળતરા થશે અને માથાનો દુ:ખાવો તરત દૂર થઈ જશે. 
10. લસણની એક કળીનો રસ બનાવીને પી લેવાથી  પણ માથાનો દુ:ખાવામાં તરત આરામ મળી જાય છે. 
11. વારે ઘડીએ માથાનો દુ:ખાવો થતો હોય તો સફરજન પર મીઠુ લગાવીને ખાવ. ત્યારબાદ ગરમ પાણી કે દૂધ પીવો. 
12. તજને વાટીને પાવડર બનાવી રાખી લો. જ્યારે પણ માથાનો દુ:ખાવો થાય તો તજના પાવડરમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા પર લગાવો, માથાના દુ:ખાવાથી રાહત મળશે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર