ઈંડા ખાવા આમ તો અનેક લોકો પસંદ કરે છે અને તેનાથી થનારા અગણિત ફાયદા વિશે પણ બધા જાણતા હશે. આ સાથે ઈંડાના પીળા ભાગથી થનારા લાભ વિશે પણ બધા જાણે છે. ઈંડાના યોક(પીળોભાગ) માં ઘણા બધા ગુણ હોય છે. જે પુરૂષો માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ખાસ કરીને જીમ જઈને સિક્સ પૈક એબ્સ બનાવનારા પુરૂષોએ ઈંડાના યોકનું સેવન કરવુ જોઈએ. કારણ કે તેમા કેલ્શિયમ, પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી બચાવી રાખે છે.