રાત્રિના શાંતિમાં ધરતી ધ્રૂજી ઉઠી, શ્વાસ થંભી ગયા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, ભયાનક દ્રશ્ય જુઓ વીડિયોમાં
રવિવાર, 10 ઑગસ્ટ 2025 (12:45 IST)
રાજસ્થાનના લોકપ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં શનિવારે રાત્રે લગભગ 9:03 વાગ્યે જોરદાર ભૂકંપનો અનુભવ થયો. ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી અને ટેકરીઓ તૂટવાના મોટા અવાજો પણ સંભળાયા, જેનાથી લોકો ગભરાઈ ગયા.
લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા
ભૂકંપ આવતાની સાથે જ લોકો ઘરો, હોટલો અને દુકાનોમાંથી બહાર નીકળી આવ્યા. હોટલોમાં ખાતા લોકોના ટેબલ પર રાખેલા પાણીના ગ્લાસ નીચે પડી ગયા અને ઘરોના રસોડામાં રાખેલા વાસણો પણ ધ્રુજીને નીચે પડી ગયા.