Raksha Bandhan 2025 Date : 8 કે 9 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો રાખડી બાંઘવાની તારીખ, શુભ મુહુર્ત અને મંત્ર

ધર્મ ડેસ્ક

બુધવાર, 6 ઑગસ્ટ 2025 (00:06 IST)
વૈદિક કેલેન્ડર મુજબ, રક્ષાબંધન (Raksha Bandhan 2025)  નો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, બહેનો તેમના ભાઈનાં માથા પર તિલક લગાવે છે અને રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમનું રક્ષણ કરવાનું વચન પણ આપે છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના સંબંધને મજબૂત બનાવે
 
રક્ષાબંધન 2025 તારીખ અને સમય (Raksha Bandhan 2025 Date and Time)
 
વૈદિક કેલેન્ડર મુજબ, શ્રાવણ પૂર્ણિમાની તારીખ 8 ઓગસ્ટના રોજ બપોરે 02:12 વાગ્યે શરૂ થશે. સાથે જ  આ તારીખ બીજા દિવસે એટલે કે 09 ઓગસ્ટના રોજ 01:24 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, રક્ષાબંધન 09 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.
 
ક્યારે છે રક્ષાબંધન 2025?
શ્રાવણ મહિનાની પૂનમની તિથિનો પ્રારંભઃ 8 ઓગસ્ટ 2025ના બપોરે 2 કલાક 12 મિનિટથી
શ્રાવણ મહિનાની પૂનમ તિથિ સમાપ્તઃ 9 ઓગસ્ટ બપોરે 1 કલાક 24 મિનિટ પર
રક્ષાબંધનની તિથિઃ ઉદયા તિથિ પ્રમાણે રક્ષાબંધનની ઉજવણી 9 ઓગસ્ટ 2025ના કરવામાં આવશે.
 
રક્ષાબંધન 2025 શુભ મુહુર્ત  (Raksha Bandhan 2025 Shubh Muhurat)
હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને કોઈ ભદ્રા વગર રાખડી બાંધી શકે છે. આ દિવસે સવારે 5 કલાક 35 મિનિટથી બપોરે 1 કલાક 24 મિનિટ સુધી રાખડી બાંધવાનું સૌથી સારૂ મુહૂર્ત છે.
 
બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4 કલાક 22 મિનિટથી 5 કલાક 4 મિનિટ સુધી
અભિજીત મુહૂર્તઃ બપોરે 12 કલાક 17 મિનિટથી 12 કલાક 53 મિનિટ સુધી રહેશે
સૌભાગ્ય યોગઃ 4 કલાક 1 મિનિટથી 10 ઓગસ્ટે સવારે 2 કલાક 15 મિનિટ સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગઃ 9 ઓગસ્ટ બપોરે 2 કલાક 23 મિનિટ સુધી
 
રક્ષાબંધન 2025 ભદ્રાના પડછાયો છે કે નહીં
કોઈપણ માંગલિક કે શુભ કામને લઈને પહેલા ભદ્રા કાળ જરૂર જોવામાં આવે છે, જેનાથી તે કામમાં કોઈ પ્રકારના અશુભ પરિણામ સામે ન આવે. તેવામાં રક્ષાબંધનમાં ભદ્રાને જરૂર ધ્યાનમાં રાખવામાં આવે છે. મહત્વનું છે કે આ વર્ષે બહેનો કોઈ ચિંતા વગર ભાઈને રાખડી બાંધી શકે છે. પંચાગ અનુસાર આ વર્ષે ભદ્રા 8 ઓગસ્ટે બપોરે 2 કલાક 12 મિનિટ પર શરૂ થશે, જે 9 ઓગસ્ટ મોડી રાત્રે 1 કલાક 52 મિનિટ સુધી રહેશે.
 
રક્ષાબંધન પર બની રહ્યાં છે શુભ યોગ
આ વર્ષે રક્ષાબંધન પર નવપંચમ, સૌભાગ્ય, સર્વાર્થ સિદ્ધિ, પ્રતિયુતિ, માલવ્ય, બુધાદિત્ય જેવા રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં ઘણી રાશિઓને લાભ મળી શકે છે.
 
રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધે છે. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનું પર્વ નથી પરંતુ તે વેદ, પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં જોડાયેલું છે. આ પર્વ રક્ષા, ધર્મ, કર્તવ્ય અને આસ્થાનું પ્રતીક છે. આ દિવસ મનાવવા પાછળ બે પૌરાણિક કથાઓ પ્રચતિલ છે. આ કથાઓ દ્રૌપદી અને શ્રીકૃષ્ણ, રાજા બલિ અને લક્ષ્મી સંબંધિત છે.
 
મંત્ર
'ૐ યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ'
તેન ત્વામભિબદ્ધાનિ રક્ષે મા ચલ મા ચલ!
 
 
રક્ષાબંધન પૂજા વિધિ (Raksha Bandhan Puja Vidhi)
રક્ષાબંધનના દિવસે સવારે સ્નાન કર્યા પછી, મંદિરને સાફ કરો અને ગંગાજળ છાંટો અને તેને શુદ્ધ કરો. આ પછી, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું ચિત્ર પાયા પર મૂકો અને તેમની પૂજા કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો. મંત્રોનો જાપ કરો. ભગવાનને કેળા, ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો. જીવનમાં સુખ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. અંતે, બહેને ભાઈને તિલક લગાવવું જોઈએ અને રાખડી બાંધવી જોઈએ.
 
રક્ષાબંધન પર આ બાબતોનું ધ્યાન રાખો
 
-આ દિવસે ભાઈ-બહેનોએ એકબીજા સાથે દલીલ ન કરવી જોઈએ.
-કોઈના વિશે ખોટું વિચારવું નહીં.
-ઘર અને મંદિરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.
-કાળા રંગની વસ્તુઓ ભેટમાં ન આપો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર