Raksha Bandhan 2025 : રક્ષાબંધન પર રાખડી કેવી રીતે બાંધવી ? જાણી લો રાખડી બાંધવાની સાચી રીત
બુધવાર, 6 ઑગસ્ટ 2025 (16:40 IST)
How to Tie a Rakhi
Raksha Bandhan 2025 - રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધો અને લાગણીઓનો તહેવાર છે.. રક્ષાબંધન એટલે ફક્ત ભાઈને રાખડી બાંધવી અને બદલામાં ભેટ લેવી એટલા જ પુરતો સીમિત નથી. રક્ષાબંધનના તહેવાર પાછળનુ તાત્પર્ય અને તે ઉજવવાની વિધિ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.. તો જાણો તેના વિશે.
રક્ષાસૂત્ર હોય છે રાખડી
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈ માટે રાખડી ખરીદે છે. જે તેમના સ્નેહ અને પ્રેમનુ પ્રતિક હોય છે.રાખડી રક્ષાસૂત્ર પણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ રક્ષાસૂત્ર કોઈપણ બલાથી ભાઈઓની રક્ષા કરે છે. રાખડી બાંધ્યા પછી ભાઈ પોતાની બહેનોને પણ તેમની રક્ષા કરવાનુ વચન આપેછે.
રાખડી કેવી રીતે બાંધવી ? આ છે રાખડી બાંધવાની સાચી રીત
- સૌથી પહેલા ભાઈને તિલક લગાવો તેના પર અક્ષત એટલે ચોખા ચોંટાડવા
- ત્યારબાદ ભાઈના એક હાથમાં નારિયળ સાથે રૂમાલ અને પૈસા મુકીને આપવા, નારિયળ લક્ષ્મીનુ પ્રતિક છે
- ભાઈની સોપારી સિક્કો અને સોનાની વસ્તુથી નજર ઉતારવી
- ત્યારબાદ તે પોતાના ભાઈઓની આરતી ઉતારતા તેમના લાંબી વયની પ્રાર્થના કરવી
- પછી ભાઈને મીઠાઈ ખવડાવીને તેમનુ મોઢુ મીઠુ કરાવવુ
- પછી ભાઈના જમણા હાથે રાખડી બાંધવી
- રાખડી બાંધતી વખતે બહેનનુ મોઢુ પૂર્વ દિશામાં હોવુ જોઈએ
- રાખડી બાંધતી વખતે બહેને આ મંત્ર બોલવો
યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ:
તેન ત્વાં અભિબન્ધામિ રક્ષે મા ચલ મા ચલ
મંત્રનો અર્થ - જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવોના રાજા બલિને બાંધવામાં આવ્યો હતો એ રક્ષાસૂત્ર હુ તને બાંધુ છુ. જે રક્ષા સૂત્ર તમે સ્થિર
રક્ષાબંધનની તિથિઃ ઉદયા તિથિ પ્રમાણે રક્ષાબંધનની ઉજવણી 9 ઓગસ્ટ 2025ના કરવામાં આવશે.
રક્ષાબંધન 2005 શુભ મુહૂર્ત
હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને કોઈ ભદ્રા વગર રાખડી બાંધી શકે છે. આ દિવસે સવારે 5 કલાક 35 મિનિટથી બપોરે 1 કલાક 24 મિનિટ સુધી રાખડી બાંધવાનું સૌથી સારૂ મુહૂર્ત છે.
કોઈપણ માંગલિક કે શુભ કામને લઈને પહેલા ભદ્રા કાળ જરૂર જોવામાં આવે છે, જેનાથી તે કામમાં કોઈ પ્રકારના અશુભ પરિણામ સામે ન આવે. તેવામાં રક્ષાબંધનમાં ભદ્રાને જરૂર ધ્યાનમાં રાખવામાં આવે છે. મહત્વનું છે કે આ વર્ષે બહેનો કોઈ ચિંતા વગર ભાઈને રાખડી બાંધી શકે છે. પંચાગ અનુસાર આ વર્ષે ભદ્રા 8 ઓગસ્ટે બપોરે 2 કલાક 12 મિનિટ પર શરૂ થશે, જે 9 ઓગસ્ટ મોડી રાત્રે 1 કલાક 52 મિનિટ સુધી રહેશે.
રક્ષાબંધન પર બની રહ્યાં છે શુભ યોગ
આ વર્ષે રક્ષાબંધન પર નવપંચમ, સૌભાગ્ય, સર્વાર્થ સિદ્ધિ, પ્રતિયુતિ, માલવ્ય, બુધાદિત્ય જેવા રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં ઘણી રાશિઓને લાભ મળી શકે છે.
રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધે છે. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનું પર્વ નથી પરંતુ તે વેદ, પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં જોડાયેલું છે. આ પર્વ રક્ષા, ધર્મ, કર્તવ્ય અને આસ્થાનું પ્રતીક છે. આ દિવસ મનાવવા પાછળ બે પૌરાણિક કથાઓ પ્રચતિલ છે. આ કથાઓ દ્રૌપદી અને શ્રીકૃષ્ણ, રાજા બલિ અને લક્ષ્મી સંબંધિત છે.