Raksha Bandhan Thali Samagri: રક્ષાબંધન, ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનુ પ્રતિક પર્વ છે, જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના રોજ ઉજવાય છે. આ વર્ષે આ પવિત્ર તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે બહેનો પોતાના ભાઈની લાંબી વય, સુખ સમૃદ્ધિ અને સુરક્ષાની કામ કરતા તેમના કાંડા પર રાખડી બાંધે છે.
પૂજાની થાળીમાં મુકો આ શુભ વસ્તુઓ
કુમકુમ કે કંકુ - રાખડી બાંધતા પહેલા ભાઈના માથા પર તિલક કરવાની પરંપરાનો મહત્વનો ભાગ છે. તિલક માટે થાળીમાં કંકુ કે કુમકુમ જરૂર હોવુ જોઈએ. આ દીર્ઘાયુ વિજય અને સમૃદ્ધિનુ પ્રતિક માનવામાં આવે છે.