Navratri day 5 - નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2025 (08:06 IST)
Skandmata Navratri
Skandmata - સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે.
માં સ્કંદમાતા નુ મંત્ર
માં સ્કંદમાતાનુ વાહન સિંહ હૈ। આ મંત્રના ઉચ્ચારણ સાથે માં ની આરાધના કરાય છે।
સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા।
શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની॥
ૐ દેવી સ્કન્દમાતાયૈ નમઃ॥
પીળા રંગનું મહત્વ
સ્કંદમાતાને સફેદ રંગ ગમે છે. પૂજા કરતા સમયે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. માતાને પીળા ફૂલોથી શણગારીને માતાને સોનાના વસ્ત્રો અર્પણ કરો અને પીળા ફળ અર્પણ કરો.
પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.