એવુ કહેવાય છે કે બધી બીમારીઓ પેટમાંથી થઈને જ આવે છે. જો પેટ જ સ્વસ્થ ન હોય તો શરીર કેવી રીતે સ્વસ્થ રહેશે. જૂના સમયથી જ પેટની માલિશનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. પણ આજે પણ કેટલાક લોકો એવા છે જે પેટની માલિશથી થનારા ગુણોથી અજ્ઞાન છે. તેનાથી દુખાવો, તનાવ અને પેટની પરેશાનીઓમાંથી આરામ મળે છે. તમે રોજ પેટની માલિશ કરીને જીવનભર શારીરિક અને માનસિક રૂપે ફિટ રહી શકો છો.
આવો જાણીએ પેટની માલિશ કરવાથી થતા ફાયદા વિશે..
1. વજન ઘટાડે - પેટની માલિશ કરવાથી ચયાપચયનો દર વધે છે અને પાચન ક્રિયા ઠીક રહે છે. આ એ લોકો માટે સારુ સાબિત થઈ શકે છે જે પોતાનુ વજન ઓછુ કરવા માંગે છે.