નવરાત્રીનો પ્રથમ દિવસ ક્યાં માતાજીને સમર્પિત છે?
માતા શૈલપુત્રી સતી તરીકે પણ ઓળખાય છે. દંતકથા અનુસાર, રાજા દક્ષે યજ્ઞ કરાવવાનું નક્કી કર્યું. પ્રજાપતિ દક્ષે તે યજ્ઞમાં તમામ દેવી-દેવતાઓને આમંત્રણ મોકલ્યું પરંતુ ભગવાન શિવ અને દેવી પાર્વતીને આમંત્રણ ન આપ્યું. દેવી સતી જાણતી હતી કે તેના પિતા ચોક્કસપણે આમંત્રણ મોકલશે પરંતુ તેમ થયું નહીં. તેઓ એ યજ્ઞમાં જવા માટે બેચેન હતી પણ મહાદેવજીએ ના પાડી દીધી. હટ કરીને દેવી સતી એ યજ્ઞમાં પહોંચી ગયા. તેમણે જોયુ કે કોઈપણ તેમની સાથે આદર અને પ્રેમથી વાત નહોતુ કરી રહ્યુ. ત્યાં બધા લોકો દેવી સતીના પતિ એટલે કે મહાદેવને તુચ્છ અને અપમાનિત કરે છે.
રાજા દક્ષએ પણ ભગવાન શિવનુ ખૂબ અપમાન કર્યુ. પોતાના પતિનુ અપમાન સહન ન કરી શકવાને કારણે દેવી સતીએ યજ્ઞની અગ્નિમાં ખુદને સ્વાહા કરી પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે જેવુ જ આ બધુ જોયુ તો તે અત્યંત દુખી થઈ ગયા. દુ:ખ અને ક્રોધની જ્વાલામાં મહાદેવે તે યજ્ઞનો નાશ કર્યો. દેવી સતીએ ફરીથી હિમાલય એટલે કે પર્વત રાજા હિમાલયની ઘરે જન્મ લીધો અને તેને શૈલપુત્રી કહેવામાં આવી.