પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો એ હોલીવુડના એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વોચ્ચ ઇનામ જીત્યું.

વૃષિકા ભાવસાર
સોમવાર, 21 નવેમ્બર 2022 (15:53 IST)
આ વર્ષના AWFF (એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ) ની 8મી આવૃત્તિમાં સમગ્ર એશિયા અને પૂર્વ યુરોપની ઘણી પ્રખ્યાત ફિલ્મોએ ભાગ લીધો અને ફેસ્ટિવલનો અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ સ્નો લેપર્ડ પુરસ્કાર માટે સ્પર્ધામાં ઉતર્યા અને જે આવનારા સમયમાં યાજનારા ઓસ્કાર બઝ તરફ દોરી જાય છે. આ વર્ષે ફેસ્ટિવલની શરૂઆત સાઉથ કોરિયન હિટ ફિલ્મ લી જંગ-જાએની ધ હંટ સાથે થઈ હતી અને અંતિમ ફિલ્મ પાર્ક વાન-ચૂકની ડિસિઝન ટુ લીવ હતી. લાઇનઅપમાં ઘણી એશિયન ફિલ્મોનો પણ સમાવેશ થાય છે જે 95મા ઓસ્કારમાં પ્રવેશી છે.
 
શ્રેષ્ઠ ફિલ્મ- સ્નો લેપર્ડ તરીકે લાસ્ટ ફિલ્મ શોને પુરસ્કાર આપતા પહેલા, જ્યુરીએ તેમનો સર્વસંમતિથી નિર્ણય આપ્યો અને બેવર્લી હિલ્સના પ્રેક્ષકોથી ભરચક સબન થિયેટરમાં તેમનું નિવેદન રજૂ કર્યું, "શ્રેષ્ઠ ફિલ્મ દરેક દરેક એવી વસ્તુનો સમાવેશ કરે છે જે આપણે એક પરફેક્ટ  ફિલ્મમાં જોવા માંગતા હોઈએ : સારી સ્ટોરી ટેલિંગ, મૂવિંગ પર્ફોર્મન્સ, તકનીકી રીતે આકર્ષક, વિઝયુઅલ ટ્રીટ અને પ્રેક્ષકો સાથે હૃદયપૂર્વકનું જોડાણ. અમને આ વર્ષે ઘણી સારી ફિલ્મોની લાઇન મળી છે અને તેથી બેસ્ટ ફિલ્મનો નિર્ણય કરવો અઘરો હતો. પરંતુ આ ફિલ્મે અમને યાદ કરાવ્યું કે અમને સિનેમા કેમ પસંદ છે. તે અમને સિનેમાની મંત્રમુગ્ધતા અને પ્રેરણા બંનેની ક્ષમતાની યાદ અપાવે છે. 
 
આ ફિલ્મ સિનેમાના પ્રકાશ અને જીવન સમક્ષનો એક પ્રેમ પત્ર છે. તે ફિલ્મ અને સિનેમેટિક અનુભવની ઉજવણી કરે છે." જેનેટ નેપૅલેસ અને પીટૉફ જીન ક્રિસ્ટોફે જણાવ્યું હતું. લેખક-નિર્દેશક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયાને ટ્રોફી આપવામાં આવી હતી. એવોર્ડ સ્વીકારતી વખતે પાન નલિને કહ્યું, “અમારા માટે ખુબ જ સન્માનની વાત છે, અમે અમારા એકાંતમાં જે કર્યું તે વિશ્વભરના લોકોમાં ગુંજતું રહ્યું છે. લાસ્ટ ફિલ્મ શો દ્વારા અમે માત્ર તમારું મનોરંજન નહોતા કરવા માંગતા પરંતુ તમને તમારામાં રહેલા બાળકની નજીક લાવવા માંગતા હતા, જેથી તમે કમિંગ ઑફ ઍજ ડ્રામાની નિર્ભયતાના સાક્ષી બની શકો. લાસ્ટ ફિલ્મ શો, જે અર્ધ-આત્મકથાત્મક વાર્તા છે, તેણે હવે એશિયન પ્રેક્ષકોના હૃદયમાં નવું ઘર શોધી લીધું છે. 
 
અમે 20મી જાન્યુઆરી 2023ના રોજ જાપાનમાં તેની થિયેટર રિલીઝની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને ત્યારપછી દક્ષિણ કોરિયામાં રિલીઝ થશે. લાસ્ટ ફિલ્મ શોમાં પોતાના વિશ્વાસ દર્શાવવા બદલ અમે આ પ્રતિષ્ઠિત જ્યુરીનો આભાર માનવા માંગીએ છીએ.”નિર્માતા ધીર મોમાયાએ વધુમાં જણાવ્યું, “આ પુરસ્કાર યોગ્ય સમયે આવ્યો છે જ્યારે અમે 95મા એકેડેમી એવોર્ડ ઓસ્કાર માટે સ્ક્રીનીંગમાં વ્યસ્ત છીએ. આપણા હંમેશા વિકસતા વિશ્વમાં એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલને હોલીવુડના કેન્દ્રમાં રાખવો એ ખરેખર એક ઉત્તમ સિદ્ધિ છે. 
 
એક વર્ષ સુધી, અમે લાસ્ટ ફિલ્મ શોને માત્ર થિયેટરનો અનુભવ મળે એવો રાખવાનો આગ્રહ રાખ્યો હતો, તેથી આજે આ એવોર્ડ સિનેમા અને સામૂહિક મૂવી-ગોઇંગ અનુભવમાં અમારો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે."સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ 2જી ડિસેમ્બર 2022ના રોજ લાસ્ટ ફિલ્મ શોને થિયેટરમાં રિલીઝ કરશે. અને આ ફિલ્મનું આંતરરાષ્ટ્રીય બજારોમાં ફ્રાન્સના ઓરેન્જ સ્ટુડિયો દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. નિર્માણમાં સામેલ ભારતીય કંપનીઓમાં જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને રોય કપૂર ફિલ્મ્સનો સમાવેશ થાય છે. ફ્રેન્ચ સહ-નિર્માતા વર્જિની ફિલ્મ્સ છે.

સંબંધિત સમાચાર

Next Article