Amla Murabba - આમળાનો મુરબ્બો

Webdunia
સામગ્રી  - આમળા 5 કિલો, ચૂનો 20 ગ્રામ, સાકર 125 ગ્રામ, ખાંડ 12.5 કિલો, કાળા મરી 5 ગ્રામ, કેસર 2 ગ્રામ, ઈલાયચી 10 ગ્રામ.

 
બનાવવાની રીત  - ચોખ્ખા આમળાંને ધોઈને પાણીમાં 1 દિવસ પલાળી મુકો. ત્યાર પછી તેમને પાણીમાંથી કાઢી સોય વડે કાણાં પાડી દો. હવે ચૂનાને પાણીમાં ઓગાળી તેમાં આમળાંને ત્રણ દિવસ સુધી પલાળી મુકો. ચોથા દિવસે ચોખ્ખા પાણીથી ધોઈને પાણીની વરાળમાં બાફી લો. પછી કપડાં પર ફેલાવીને સુકાવી લો.

ચાસણી બનાવીને તેમાં આમળાને તેમાં નાખીને બફાવા દો. જ્યારે આમળા સારી રીતે બફાઈ જાય ત્યારે તેમાં કાળા મરી, કેસર, અને ઈલાયચી વાટીને નાખી દો. પછી ઠંડુ કરી એક બરણીમાં ભરીને રાખી મુકો.

આ આમળા ગરમીની ઋતુમાં ઠંડક આપે છે. હૃદય અને મગજને તાકત આપે છે. તે ખૂબ જ ગુણકારી છે.

નોંધ - આમળાનો મુરબ્બો ત્યારે જ સારો લાગે છે, જ્યારે આમળા સારા પાકેલાં હોય. ખાસ કરીને ફાગણ અને ચૈત્રના આમળાનો મુરબ્બો સારો બને છે, કારણ કે તે સમય સુધી આમળા પાકી જાય છે. મુરબ્બા માટે જે આમળા લેવામાં આવે તે વાંસની મદદથી તોડેલા હોવા જોઈએ. જો જમીન પર પડેલા આમળાને વીણીને તેનો મુરબ્બો બનાવવામાં આવે તો તે બગડી જાય છે.

સંબંધિત સમાચાર

Next Article