ગુજરાતી રેસીપી- રીંગણ મસાલા

મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (15:29 IST)
સામગ્રી -
નાના કદના રીંગણા 6 
બે ડુંગળી 
લીમડો  7-8
બે ટમેટાં 
લીલા મરચું 
એક ચમચી આદુ-લસણ પેસ્ટ
ત્રણ ચમચી તેલ
બે સૂકા લાલ મરચું
ચપટી હીંગ 
1/2  કપ પાણી
બે ચમચી કોથમીર
એક ચમચી હળદર પાવડર
1/2 ચમચી ધાણા પાવડર
1/2 ચમચી જીરું પાવડર
1/4 ચમચી વરિયાળી પાવડર
1/2  ચમચી લાલ મરચું પાઉડર
1/4 ચમચી આમચુર
1/2  ચમચી ચાટ મસાલા
1/4  ચમચી ગરમ મસાલા
સ્વાદપ્રમાણે મીઠું

વિધિ- સૌથી પહેલા રીંગણાને ધોઈ સાફ કરી લો 
ત્યારબાદ ચાકૂથી રીંગણને વચ્ચમાંથી બે ચીરા લગાવો. 
હવે રીંગણની અંદર ભરવા માટે એક બાઉલમાં મિક્સ મસાલા તૈયાર કરી લો. 
મિકસ મસાલા માટે મીઠું, ચાટ મસાલા, ગરમ મસાલા, આમચુર, ધાણા, હળદર, જીરું, વરિયાળી અને લાલ મરચું પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- હવે મિક્સ મસાલાને બે સમાન ભાગમાં વહેંચી લો. 
- એક ભાગના મસાલાને ચમચી કી હાથથી રીંગણામાં ભરવું. 
- ત્યારબાદ મધ્યમ તાપ પર કડાહીમાં તેલ ગરમ થવા માટે મૂકો. 
- તેલ ગરમ થયા પછી તેમાં રીંગણા નાખો. 
- રીંગણાને સારી રીતે તળી લો અને તળ્યા પછી એક પ્લેટમાં કાઢી લો. 
- ત્યારબાદ વધેલા તેલમાં હીંગ અને સૂકા લાલ મરચા નાખી સંતાળો. 
- સંતાળ્યા પછી આઉં-લસણની પેસ્ટ નાખી 1-2 મિનિટ સુધી શેકવું. 
- પછી ડુંગળી નાખી સોનેરી થતા સુધી શેકવું. 
- ડુંગળી સિનેરી થયા પછી ટમેટા અને લીલા મરચા નાખી 2-3 મિનિટ શેકવું. 
- હવે જે મસાલા અમે જુદો રાખ્યું હતું તેને પાણી નાખી શેકવું. 
- મસાલા શેકાઈ જાઈ પછી તેમાં તળેલા રીંગણા નાખો.
-કોથમીર નાખી તાપ બંદ કરી નાખો અને સારી રીતે મિક્સ કરી કરો
- તૈયાર છે રીંગણ મસાલા 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર