Poha Fore Weight Loss-પૌઆ ના ફાયદા - હેલ્દી બ્રેકફાસ્ટની વાત કરીએ તો તેમાં પૌઆનો નામ જ આવે છે. પૌઆ સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય છે. જુદી જુદી જગ્યાઓ પર પૌઆને ખાવાની રીત જુદી છે. કોઈ પૌઆને દહીં, ચટણી કે ડુંગળીની સાથે ખાવુ પસંદ કરે છે તો કોઈ ચાની સાથે પૌઆ ખાવાનુ ખૂબ પસંદ હોય છે. પૌઆમાં તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, વિટામિન અને આયર્ન હોય છે. આ તમામ પોષક તત્વો માત્ર તમારું વજન ઘટાડવામાં જ મદદ નથી કરતા, પરંતુ તેમના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે.
પૌઆ ખાવાથી કેવી રીતે ઘટે છે વજન
પૌઆ વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ ઑપ્શન છે. કારણ કે આ ફાઈબરથી ભરપૂર હોય છે. ફાઈબર ખાવાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. કારણ કે તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે હ્હે. ભોજનમાં ફાઈબરની ભરપૂર માત્રાથી તમારી ભૂખ ઓછી હોય છે અને તે સિવાય સ્નેક્સ ક્રેવિંગ નહી હોય છે. પોષણ વિશેષજ્ઞના મુજબ પૌઆમાં કેલોરી ઓછી હોય છે અને તેમાં મોટી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે તે સિવાય પૌઆની એક આખી પ્લેટમાં 23% ચરબી, 2.5 મિલિગ્રામ ફાઇબર, 2.6 મિલિગ્રામ આયર્ન અને 5 મિલિગ્રામ પોટેશિયમ ધરાવે છે. વજન ઘટાડવા માટે આ સારું હોવાનો એક વધુ કારણ છે એ તે કઈ રીતે રાંદી શકાય છે. તમે તેમાં કોઈ પણ પ્રકારની શાક મિક કરી સારું નાશ્તો બનાવી શકો છો. જો તમે વજન ઓછુ કરવાની કોશિશ કરી રહ્યા છો તો પૌઆમા બટાકા શામેલ કરવાથી બચવું. કારણકે તેનાથી તમારી કેલોરી વધી જશે. વજન ઘટાડવાના સિવાય ડાઈજેશન માટે પૌઆ બેસ્ટ ઑપ્શન છે. જે લોકોનો પેટ હમેશા ભારે રહે છે તેણે અઠવાડિયામાં ઓછા માં ઓછા ત્રણ વાર નાશ્તામા પૌઆ જરૂર ખાવા જોઈએ. પેટમાં જો સોજો રહે છે તો પણ દહીંની સાથે પૌઆ ખાવું જોઈએ. તેનાથી પેટમાં ઠંડક મળશે.