World Environment Day 2023 : દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો મકસદ છે - લોકોનુ પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવુ. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી. તેથી એ જ્રૂરી છે કે આપણે આ સમજીએ કે આપણે માટે વૃક્ષો, છોડ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો કેટલા જરૂરી છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય 1972 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. આ પછી 5 જૂન 1974 ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. એ દિવસે મહાસભા દ્વારા અપનાવાયેલો એક પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામના નિર્માણની દિશામાં કામ કરે છે. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત 1974થી થઈ હતી. એ સમયથી દરિયાઈ પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગના મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનું કામ શરૂ થયું અને એ વૈશ્વિક મંચ તેના માટે તૈયાર થયો. વર્ષોથી આપણી પર્યાવરણીય નીતિમાં પરિવર્તન લાવવા માટે લાખો લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે.
પર્યાવરણ દિવસ પર આ 6 સંકલ્પ લો
સંપૂર્ણ માનવતાનું અસ્તિત્વ પ્રકૃતિ પર નિર્ભર છે. તેથી એક સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ વગર, માનવ સમાજની કલ્પના અધૂરી છે. વન અધિકારી અરવિંદ વર્માએ જણાવ્યું હતું કે પ્રકૃતિને બચાવવા માટે આજે આપણે સાથે મળીને સંકલ્પ લેવો પડશે.
2. તળાવ, નદી, નાના તળાવોને પ્રદૂષિત ન કરો, પાણીનો દુરૂપયોગ ન કરો અને ઉપયોગ પછી બંધ કરો
3. કારણ વગર વીજળીનો ઉપયોગ કરશો નહીં, ઉપયોગ પછી બલ્બ, ફેન અથવા અન્ય ઉપકરણોને બંધ રાખો
5. પ્લાસ્ટિક / પોલિથિનનો ઉપયોગ કરવાનું બંધ કરો, તેના બદલે કાગળની થેલી અથવા બેગનો ઉપયોગ કરો
6. પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ બનો, નજીકના કાર્ય માટે સાયકલનો ઉપયોગ કરો.