Petrol Price Today: પેટ્રોલનો ભાવ છઠ્ઠા દિવસે પણ વધ્યો, જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ

Webdunia
મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (11:52 IST)
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની પ્રક્રિયા મંગળવારે સતત છઠ્ઠા દિવસે ચાલુ રહી. પેટ્રોલ ફરીથી નવ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયુ છે. અને ડીઝલના ભાવમા6 12-13 પૈસા પ્રતિ લીટરનો વધારો થઈ ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં છ દિવસમાં પેટ્રોલના ભાવમા 66 પૈસાની વૃદ્ધિ થઈ ગઈ છે. જ્યારે કે ડીઝલ 75 પૈસા પ્રતિ લીટર મોંઘી થઈ ગયુ છે. 
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટના મુજબ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ 71.66 રૂપિયા, 73.76 રૂપિયા, 77.29 રૂપિયા અને 74.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. ચારેય મહાનગરમાં ડીઝલની કિમંત પણ વધીને ક્રમશ 66.92 અને 68.71 રૂપિયા પ્રતિ લીટર 70.10 રૂપિયા અને 70.72 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. 
 
પેટ્રોલના ભાવ ભારતમાં રોજ નક્કી થાય છે. છેલ્લા કેટલાક સમયથી તેમના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. 
 
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ક્રૂડના ભાવમા વધારો થવાને કારણે જ થઈ રહ્યો છે. મંગળવારે બ્રૈટ ક્રૂડનો ભાવ 64.64 ડૉલર પ્રતિ બૈરલ થઈ રહ્યો છે. બીજી બાજુ ડબલૂટીઆઈ ક્રૂડનો ભાવ 55.11 ડૉલર પ્રતિ બૈરલ રહ્યો. આજે ક્રૂડના ભાવમાં ઘટાડો થયો. 

સંબંધિત સમાચાર

Next Article