લ્યો હવે શરૂ થઇ ગઇ 'વોઈસ ટ્રેડીંગ'ની સુવિધા, માત્ર બોલતાં વેંત ખરીદી-વેચી શકાશે શેર

Webdunia
ગુરુવાર, 18 નવેમ્બર 2021 (14:49 IST)
ડિજિટલ પેમેન્ટ સેવા આપનાર પેટીએમની સહયોગી નાણાકીય સેવા કંપની પેટીએમ મનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વોઇસ ટ્રેંડિંગ સુવિધા શરૂ કરી છે. તેનાથી શેર બજારમાં ટ્રેડ કરનાર યૂઝરને શેરની જાણકારી અને ખરીદ-વેચાણમાં મદદ મળી શકે છે. જેનાથી એક જ કમાન્ડ મારફતે યુઝરને શેર અંગે માહિતી મળવા ઉપરાંત ઓર્ડર પણ મુકી શકાશે. આ સર્વિસ પેટીએમ મનીના નવા યુગનાં અને એઆઈ આધારિત  સોલ્યુશન ઓફર કરીને યુઝરના અનુભવમાં વૃધ્ધિ કરવાના પ્રયાસોના ભાગ તરીકે ઓફર કરવામાં આવી છે.
 
ડિજિટલ ટ્રેડીંગના યુગમાં સેંકન્ડમાં હલચલ જોવા મળતી હોય છે અને ઓર્ડર મુકવાની ઝડપ અને તેનો અમલ ખૂબ જ મહત્વનો બની રહે છે. સ્ટોક શોધવાથી માંડીને ચોકકસ ભાવ અને જથ્થો મુકવાથી  ગ્રાહક સ્ક્રીનનો સરેરાશ અનેક વખત ઉપયોગ કરી શકશે અને ઈચ્છિત પરિણામ હાંસલ કરી શકશે.
 
પેટીએમ મનીની આર એન્ડ ડી ટીમે તેના અનુભવનો વોઈસ ટ્રેડીંગની ક્રાંતિકારી વ્યવસ્થાનો ઉપયોગ કરીને સમસ્યા ઉકેલવા પ્રયાસ કર્યો છે. આ વ્યવસ્થામાં ન્યુટ્રલ નેટવર્કસ અને નેચરલ લેંગવેજ પ્રોસેસિંગ (એનએલપી)  મારફતે એક જ વોઈસ કમાન્ડથી ટ્રેડીંગ ફિચરનો ઉપયોગ કરી શકાશે. 5જી અને સ્માર્ટ ડિવાઈસિસની શોધ તથા જે હાઈપર કનેકટેડ વર્લ્ડમાં આપણે જીવીએ છીએ તેમાં વોઈસ આધારિત સોદાઓ ધીમે ધીમે  મુખ્ય પ્રવાહમાં આવી જશે. વિડીયો/ઓડિયોની શકતિ નો લાભ લેવાનુ આ પ્રથમ કદમ છે.
 
પેટીએમ મનીના સીઈઓ અરૂણ શ્રીધરે જણાવ્યું હતું કે " પેટીએમ મની ખાતે અમે યુઝરના અનુભવમાં વૃદ્ધિ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહયા છીએ અને રોકાણ ઝડપી, સસ્તુ અને આસાન બનાવવા માટે  ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મોખરે છીએ. મોબાઈલ ફર્સ્ટ અને ડિવાઈસિસ સાથે જોડાએલી દુનિયા વડે અમે સામાન્ય રીતે પાંચથી છ સ્ટેપની પ્રક્રિયા એક સાદા વોઈસકમાન્ડ થી કરી રહયા છીએ. 
 
અમને આશા છે ગતિશીલ વાતાવરણમાં તેનાથી યુઝરના અનુભવમાં વૃધ્ધિ થશે. અને ટેક-સાવી રોકાણકારો ને વધુ સુગમતા પ્રાપ્ત થશે.  અમને નવી ટોકનોલોજી વડે સંશોધન અને વિકાસની ઘણી કામગીરી કરી રહયા છીએ અને એ દિશામાં આ પ્રથમ પ્રોડકટ રજૂ કરવામાં આવી છે. " હાલમાં વોઈસ ટ્રેડીંગ બીટા ઉપર શરૂ કરવામાં આવ્યુ છે અને આગામી સપ્તાહોમાં તે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

સંબંધિત સમાચાર

Next Article