એફઆઈઆરમાં આરોપ છે કે, અંકિત બાયોફ્યુઅલ એલએલપીએ ઓગસ્ટ 2015માં 15 કરોડ રૂપિયાની નાણાકીય સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રાજાજી નગર શાખાનો સંપર્ક કર્યો હતો. બાયોમાસમાંથી બ્રિકેટ્સ અને પેલેટ્સ બનાવવા અને કર્ણાટકના તુમાકુરુમાં પ્લાન્ટ અને મશીનરી સ્થાપવા માટે પેઢી દ્વારા સહાયની માંગ કરવામાં આવી હતી.સીબીઆઈએ અંકિત બાયોફ્યુઅલ એલએલપીના મુખ્ય કાર્યકારી અધિકારી જી.બી. આરાધ્યા, ભૂતપૂર્વ પ્રમોટર કે. વેંકટેશ, વર્તમાન ભાગીદારો – જે. હલેશ, અરુણ ડી. કુલકર્ણી, જી. પુલ્લમ રાજુ, કે. સુબ્બા રાજુ, તિરુમૈયા થિમ્મપ્પા અને અજાણ્યા સરકારી અધિકારીઓને આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે