લાભ પાંચમ પૂર્વે સોનાના ભાવમાં ઉછાળો

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2023 (16:10 IST)
Gold and Silver Price Today: દીવાળી બાદ બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. બુધવાર બાદ ગુરુવારે પણ બુલિયન માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યું હતું. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં નજીવો વધારો નોંધાયો હતો.
 
ગુરુવારે સોનાના ભાવમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જોકે, બુધવારની સવારની સરખામણીમાં આજે સોનાના ભાવ નીચા છે. બીજી તરફ ચાંદીના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે પરંતુ ગઈકાલની સવારની સરખામણીએ ચાંદીના ભાવમાં 400 રૂપિયાનો વધારો થયો છે. આ પછી સોનું (22 કેરેટ) વધીને 55,367 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. જ્યારે 24 કેરેટ સોનું 60,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે. ચાંદીનો ભાવ આજે 72,600 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.
 
31મી ઓક્ટોબરે 10 ગ્રામ સોનાના ભાવ રુપિયા 63,340 ની નવી સપાટી પર પહોચેલ સોનામાં ત્યારબાદ સતત ઘટાડો જોવા મળતા આજે 14મી નવેમ્બર રોજ 61,840 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયુ છે. એટલે કે 15 જ દિવસમાં સોનાના ભાવમાં રુપિયા 1500 રુપિયાનું ગાબડું પડ્યું . 

સંબંધિત સમાચાર

Next Article