ફ્રીજમાં મૂકેલા સૂકાયેલા લીંબૂ ચમકતી ત્વચા અને સારા આરોગ્ય માટે આ 5 રીતે કરો ઉપયોગ

Webdunia
રવિવાર, 23 મે 2021 (13:41 IST)
Use of Dry lemon- હમેશા ઘરોમાં સૂકેલા લીંબૂને ખરાબ સમજીને કચરામાં ફેંકી નાખે છે. પણ શું તમે જાણો છો સૂકા લીંબૂના ઉપયોગ ન માત્ર તમારા આરોગ્ય પણ ત્વચાને ચમકને પણ જાણવી રાખવા માટે કરી શકો છો. સૂકા લીંબૂમાં કેલ્શિયમ, આયરન, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ઘણા ખનિજો  આરોગ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ સૂકા લીંબુના આવા જ કેટલાક અદ્ભુત ઉપયોગો.
સૂકા લીંબૂનો આ રીત કરવું ઉપયોગ
- સૂકા લીંબૂનો ઉપયોગ તમે ડ્રાઈ લેમન પીલ પાઉડર બનાવવા માટે કરી શકો છો. તેના માટે લીંબૂના નાના-નાના કટકા કરી તેણે તડકામાં સુકાવી લો. ત્યારબાદ તમે લીંબૂના ટુકડાને ગ્રાઈંડ કરી તેનો પાઉડર 
બનાવીને ચહેરા પર પેકના રૂપમાં ઉપયોગ કરી શકો છો. 
-  સૂકા લીંબૂનો ઉપયોગ ગળાની ખરાશ દૂર કરવા માટે કરાય છે . તેના માટે સિંધાલૂણની સાથે થોડો સૂકા લીંબૂનો રસ લેવાથી ગળાની ખરાશ દૂર થવાની સાથે પાચન-શક્તો પણ વધે છે. 
- સૂકા લીંબૂનો ફુટ સ્ક્રબની રીતે ઉપયોગ કરી શકાય છે. તેના માટે સૂકા લીંબૂને કાપીને તમારા પગ અને એડીઓ પર રગડવું. આ તમારા પગ પર જામેલી ગંદગીણે સાફ કરી નાખશે. 
- જો તમને તમારો બ્લેડર ચિકણો લાગી રહ્યો છે તો તેની સફાઈ માટે પણ સૂકા લીંબૂના ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક ચપટી બેકિંગ સોડાની સાથે લીંબૂના છાલટાને બ્લેંડર પર ઘસવું. આવુ કર્યા પછી 
બ્લેંડરનો નોર્મલ પાણીની મદદથી સાફ કરી લો જેથી તેમાંથી લીંબૂની ગંધ નિકળી જાય. 
- તમે સૂકા લીંબૂનો ઉપયોગ ડસ્ટબીનની સફાઈ માટે પણ કરી શકો છો. તેના માટે લીંબૂનાસ સ્લાઈસ પર બેકિંગ સોડા લગાવીને સાફ કરો. આવું કરવાથી ડસ્ટબીન પર લાગેલી બધી ગંદગી સાફ થઈ જશે. 

સંબંધિત સમાચાર

Next Article