શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર
શનિવાર, 30 નવેમ્બર 2024 (00:41 IST)
મંગલમૂર્તિ શ્રી હનુમાનજી અમંગળને દૂર કરીને તમારી શરણમાં આવનારા બધા સંકટોનો નાશ કરી દે છે. એવુ કહેવાય છે કે હનુમાનજીની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે પોતાના ભક્તોની પરેશાનીઓ અને બધા સંકટથી રક્ષા કરે છે.
જો તમારી કિસ્મતના બધા તાળા બંધ થઈ ગયા હોય કે ક્યાક થી કોઈ રસ્તો નથી મળી રહ્યો તો શનિવારે દિવસે 5 થી 7 વાગ્યાની વચ્ચે અહી અમે જે આજે આપને બતાવી રહ્યા છે તેમાથી કોઈપણ કામ ફક્ત એકવાર કરવાથી હનુમાનજી તમારી બધી મનોકામનાઓ પૂરી કરી દેશે. જાણો શનિના દિવસે સાંજે કેવી રીતે કરવી જોઈએ શ્રી હનુમાનજીની પૂજા અને ઈચ્છા પૂર્તિ માટે ઉપાય.
2. શનિવારે સાંજના સમયે કરવામાં આઅવેલ હનુમાન પૂજા અર્ચનાથી મોટામાં મોટી સમસ્યાઓ દૂર થઈ જાય છે
3. જો શનિવારે સાંજે 5 થી 7 ની વચ્ચે હનુમનાજીના આ નામો જેવા કે હનુમાન, બજરંગબલી. પવનપુત્ર, અંજલી પુત્ર અને મારુતિ વગેરેનો જાપ 108 વાર કરો તો તમારી પાસે સંકટ નહી આવે.
4. જો કોઈ કામમાં વારે ઘડીએ અવરોધ આવી રહ્યો હોય તો શનિવારે સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનુ તેલ અને સિંદુરથી હનુમાનજીનો અભિષ્કે કરો. થોડાક જ દિવસમાં બધુ ઠીક થવા માંડે છે.
5. શનિવારે સાનેજ 5 થી 7 વચ્ચે ગોઘુલી બેલામાં હનુમાનજીને લાલ ચોલા, ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવાથી બધી મનોકામના પૂરી થવા માંડે છે.
અહી અમે જણાવેલ આ વિધિથી પૂજા કર્યા પછી શ્રદ્ધા ભાવથી હનુમાનજીના મંદિરમં બેસીને આ એક મંત્રનો 108 વાર જાપ કર્યા બાદ 7 વાર શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કિસ્મતના બધા બંધ તાળા ખુલી જાય છે.