Gujarati Beauty Tips - આ ફેસ પેક ગુલાબી ગાલ મેળવવાની ઇચ્છાને પૂર્ણ કરે છે, થોડા જ દિવસોમાં અસર જોવાશે

બુધવાર, 19 મે 2021 (15:50 IST)
છોકરીઓ તેમની સ્કિનની કાળજી રાખે છે. તેમજ કોઈ ખા અવસર પર તે મેકઅપ કરવો અને બ્યૂટી ટ્રીટમેંટસ કરવા પણ પસંદ કરે છે. તેમજ ઘણી છોકરીઓ ગુલાબી ગાળ ખૂબ પસંદ કરે છે તેનાથી ચહેરો વધુ 
સુંદર ખીલતો જોવાશે. પણ તમે ઈચ્છો તો તેના માટે મેકઅપના મોંઘા બ્યૂટી ટ્રીટમેંટની જગ્યા પર નેચરલ વસ્તુઓના ઉપયોગ કરી શકો છો. જી હા તમે ઘરે જ તમારા રસોડામાં હાજર વસ્તુઓનો ઉપયોગ કરીને 
જ નેચરલ ગુલાવી ગાળ મેળવી શકો છો. તેનાથી તમારી સ્કિનને કોઈ નુકશાન પણ નહી થશે. સાથે જ તમારા પૈસા પણ બચશે. તો ચાલો જાણીએ તે નેચરલ વસ્તુઓ વિશે... 
 
બીટનો ઉપયોગ 
ચહેરા પર દરરોજ બીટનો જ્યુસ લગાડો. તમે ઈચ્છો તો તેનો ફેસપેક બનાવીને પણ લગાવી શકો છો. તેના માટે એક વાટકીમાં 1 મોટી ચમચી છીણેલા બીટનો જ્યુસ, 1/2 નાની ચમચી મલાઈ અને જરૂર પ્રમાણે 
ગ્લાબ જળ મિક્સ કરો. તેને 10 મિનિટ ચેહરા પર લગાડો. પછી તે પાણીથી સાફ કરી લો. તેનાથી તમારા ગાળ ગુલાબી થશે. સાથે જ ડાઘ, પિંપ્લ્સ કાળા ઘેરા વગેરેની સમસ્યા પણ દૂર થશે. તે સિવાય દરરોજ 
બીટનો જ્યુસ પીવાથી લોહી સાફ થવામાં મદદ મળે છે. તેથી સારા આરોગ્યની સાથે રંગત નિખારવામાં મદદ મળે છે. 
 
હળદર 
હળદર એંટી ઑક્સીડેંટ, એંટી બેક્ટીરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેને દૂધમાં મિક્સ કરી પીવાથી ઈમ્યુનિટી વધવાની સાથે લોહી સાફ થવામાં મદદ મળે છે. તેમજ ગાળ પિંક જોવાશે. જો તેને પીવો પસંદ નહી 
તો ફેસપેક લગાવી શકો છો. તેના માટે એક વાટકીમાં 1-1 ચમચી ચણાનો લોટ, દહીં અને 2 ચપટી હળદર મિક્સ કરો. પછી 10 મિનિટ ચેહરા પર લગાવીને પાણીથી સાફ કરી લો. તેનથી સ્કિન સંબંધી સમસ્યાઓ 
દૂર થવાની સાથે જ ચેહરા ગુલાબી નિખાર આવે છે. 
 
ટમેટા 
દરરોજ ટમેટાના જ્યુસ પીવાથી ગાળ પર નેચરલ ગ્લો આવે છે. તે સિવાય ટમેટાનો રસ નિકાળી તેનાથી ચેહરાની 5-10 મિનિટ મસાજ કરવી. તેનાથી ગાળને નેચરલ રંગ મળવાની સાથે સ્કિન સંબંધી સમસ્યાઓથી 
છુટકારો મળશે. 
 
ગુલાબની પાંખડી 
તેના માટે ગુલાબની પાંખડીને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેનાથી ચેહરાની હળવા હાથથી મસાજ કરવી. તેને 10 મિનિટ સુધી લગાડો. પછી ચેહરા સાફ કરી લો. તેનાથી ગાળને નેચરલ ગુલાબી નિખાર આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર