Amit Shah addresses lok sabha લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન આજે ગૃહ મંત્રી અમિત શાહ બોલી રહ્યા છે. તેમણે સોમવારે જમ્મુ કાશ્મીરમાં થયેલ ઓપરેશન મહાદેવની માહિતી આપી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ, પહેલગામમાં નિર્દોષ નાગરિકોની જે નૃશંસ હત્યા કરવામા આવી, ધર્મ પુછીને તેમને તેમના પરિવાર સામે મારવામાં આવ્યા, મોટી બર્બરતા સાથે આ હત્યાઓ કરવામા આવી હુ તેની કથિત નિંદા કરુ છે અને જે માર્યા ગયા છે તેમના પરિવારો પ્રત્ય મારી સંવેદના વ્યક્ત કરુ છુ. અમિત શાહે કહ્યુ, એક સંયુક્ત ઓપરેશન મહાદેવમાં ભારતીય સેના CRPF અને જમ્મુ કાશ્મીર પુલીસે પહેલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા છે.
Speaking in the Lok Sabha during Special Discussion on Indias strong, successful and decisive Operation Sindoor. https://t.co/uMPdAYiwU6
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "ગઈકાલના ઓપરેશનમાં ત્રણેય આતંકવાદીઓ - સુલેમાન, અફઘાન અને જિબ્રાન - માર્યા ગયા હતા. જે લોકો તેમને ખોરાક પહોંચાડતા હતા તેમને પહેલાથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકવાદીઓના મૃતદેહ શ્રીનગર લાવવામાં આવ્યા, ત્યારે અમારી એજન્સીઓ દ્વારા અટકાયત કરાયેલા લોકોએ તેમની ઓળખ કરી. પહેલગામમાં લોકોને તેમનો ધર્મ પૂછીને મારનારા ત્રણ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. ચાર લોકોએ આ આતંકવાદીઓને ઓળખી કાઢ્યા હતા, ત્યારબાદ તેમને મારી નાખવામાં આવ્યા હતા. તેમની પાસેથી મળેલા કારતૂસોથી પણ પુષ્ટિ મળી છે કે આ લોકોએ પહેલગામમાં નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો." ત્રણેય A-ગ્રેડ આતંકવાદી હતા
ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન મહાદેવ પર કહ્યું, "ઓપરેશન મહાદેવમાં, સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબ્રાન, ત્રણેય આતંકવાદીઓને ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં માર્યા ગયા હતા. સુલેમાન લશ્કર-એ-તૈયબાનો A-કેટેગરી કમાન્ડર હતો. અફઘાન લશ્કર-એ-તૈયબાનો A-કેટેગરી આતંકવાદી હતો અને જિબ્રાન પણ A-ગ્રેડ આતંકવાદી હતો. આ ત્રણ આતંકવાદીઓએ બૈસરન ખીણમાં આપણા નાગરિકોની હત્યા કરી હતી અને ત્રણેય માર્યા ગયા હતા."
વિપક્ષ પર નિશાન સાધ્યું
ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું, "મને અપેક્ષા હતી કે તેઓ પહેલગામ આતંકવાદીઓના માર્યા જવાના સમાચાર સાંભળીને ખુશ થશે, પરંતુ એવું લાગે છે કે તેઓ તેનાથી ખુશ નથી." ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું, "મને અપેક્ષા હતી કે તેઓ પહેલગામ આતંકવાદીઓના માર્યા જવાના સમાચાર સાંભળીને ખુશ થશે, પરંતુ એવું લાગે છે કે તેઓ તેનાથી ખુશ નથી." તેમણે કહ્યું, "ગઈકાલે તેઓ (કોંગ્રેસ) અમને પૂછી રહ્યા હતા કે આતંકવાદીઓ ક્યાંથી આવ્યા અને આ માટે કોણ જવાબદાર છે. અલબત્ત, આ આપણી જવાબદારી છે કારણ કે આપણે સત્તામાં છીએ. મને ખૂબ દુઃખ થયું કે ગઈકાલે આ દેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમજીએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેનો શું પુરાવો છે? તેઓ શું કહેવા માંગે છે? તેઓ કોને બચાવવા માંગે છે? પાકિસ્તાનને બચાવીને તમને શું મળશે?"
'અમે હત્યા કરનારાઓને મારી નાખ્યા'
અમિત શાહે વધુમાં કહ્યું, "પહલગામ હુમલા પછી તરત જ, હું અસરગ્રસ્ત પરિવારોને મળ્યો હતો. મેં મારી સામે એક મહિલા ઉભી જોઈ, જે તેના લગ્નના 6 દિવસ પછી જ વિધવા બની ગઈ હતી, હું તે દ્રશ્ય ક્યારેય ભૂલી શકતો નથી. હું આજે બધા પરિવારોને કહેવા માંગુ છું કે મોદીજીએ આતંકવાદીઓને મોકલનારાઓને તટસ્થ કર્યા, અને આજે આપણા સુરક્ષા દળોએ હત્યા કરનારાઓને મારી નાખ્યા."