દોસ્તી તો દોસ્તી હોય સાહેબ! પછી એ છોકરા-છોકરા ની હોય યા છોકરી-છોકરી ની અથવા છોકરા-છોકરી મા. દોસ્તી એક એવો સંબંધ છે જે કોઈનો રંગ, રૂપ, વર્ણ, પરિવાર યા જાત જોઈને ના થાય. મિત્રો! જેમ એક લેખક માટે એમની કલમ છે, એટલો જ મહત્વપૂર્ણ એક માણસના જીવન મા એક મિત્ર! એક મિત્ર કેવો હોવો જોઈએ એના વિશે તો આપણને નાનપણ થી સલાહ આપવામાં આવી જ છે.
મિત્રતા ઉપર એક ખુબ જ સરસ વાત જે મૈં મારા નાનપણ મા શિખી એ છે...''માનસ ની ઓળખ એની સંગત થી થાય છે!'' ને આ વાત ગાઠ બાંધિ લેવા જેવી છે. નાના હો યા મોટા જેમની સાથે તમારું ઊઠવા-બેસવાનું છે એના થી કોઈ ત્રીજો વ્યક્તિ તમા
રા ચરિત્રના વિષે ધારણા બનાવે. જો તમે સારી સંગત મા છો તો તમારા પણ વખાણ થાય અથવા નામ મોટું થાય! ઘણા બધાં લોકો આ વાત ને સમજે છે અને તેથી સીધા સાદા લોકો નો ઉપયોગ પણ કરે. નહીં સમજાયુ ને? હું સમજાવું.. જેમ સ્કૂલ મા ભણતા દરેક વિદ્યાર્થી ક્લાસ ના ટૉપર સાથે સારા સંબંધ રાખે એમ જ ઘણા બધાં લોકો પોતાના મતલબ માટે સારા અને સારી ઓળખાણ ધરાવતા લોકો સાથે દોસ્તી કરતા હોય. આ વસ્તુ આમ તો સ્કૂલ્સ, કોલેજ અને સમાજ મા હાઈ સ્ટેટસ ધરાવતા લોકો મા જોવા મળે. એવા મિત્રો થી ખાસ દૂર રહેવું આપણા વર્તમાન અને ભવિષ્ય માટે સારું છે.
મિત્રતા દિવસ દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે આવે છે આ વખતે ફ્રેંડશિપ ડે ૩ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ આવી રહ્યો છે. આ એક એવો દિવસ છે, જે ખાસ મિત્રો ને અર્પિત છે. આ દિવસે આપણા મિત્રો ને યાદ કરી એમની સાથે વાત કરવી અને તેમનો આભાર માનવો કે "તમારા હોવા થી મારું જીવન સફળ થયું ને આમજ ભવિષ્ય મા પણ મારો સાથ આપજો." મિત્રતા દિવસ ના ઇતિહાસ પર નજર કરીએ તો મિત્ર ના અમૂલ્ય સંબંધ ને ઉજવવા અને આભાર વ્યક્ત કરવા માટે આ દિવસ ને મિત્ર દિવસ કહેવામા આવ્યો હશે. પણ શું સાચે આ દિવસ ની જરૂર છે ખરી? આમ તો એક કથન બહુ પ્રચલિત છે કે "દોસ્તી મા નો સોરી, નો થેન્કયૂ" તો પછી આવો દિવસ શા માટે? આ પ્રશ્ન નો જવાબ તો તમારે જાતેજ શોધવાનો છે. હું તો એટલુ જાણું કે સિક્કા ના બે બાજુ હોય, એક પાણી થી ભરેલો અડધો ગ્લાસ ખાલી છે યા અડધો ભરેલો એ પોતપોતાના દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે.
આમ તો જોવા મળે કે દોસ્તી કરવા પાછળ ત્રણ કારણો છે. પહેલુ કારણ તો આપણે શરૂઆત મા જાણી લીધું જે છે – "મકસદ" નું.
જો કોઈની પાસેથી તમારુ કામ કાઢવુ હોય એની સાથે સારા સંબંધ રાખવા.નહી તો સામે જોઈને પણ મોઢુ ફેરવી લેવુ.
બીજું કારણ છે – "સદગુણ" નું.
જો તમને સામે વાળા વ્યક્તિ મા કોઈ ખાસ ગુણો દેખાતા હોય ને એમને પણ તમારા મા,અને આથી જો બંને વ્યક્તિઓ નો વિકાસ થતો હોય તો આ છે "સદગુણ ની દોસ્તી".
ત્રીજું અને છેલ્લું કારણ છે – "આનંદ".
જ્યારે તમને એની સામે જોતા તરત મોઢા પર સ્મિત આવી જાય. એની વાતો સાંભળી ને મન પ્રસન્ન થાય યા કોઈની સાથે થોડી વાર બેસવાથી આખા દિવસનો થાક ઉતરી જાય તો આ છે "આનંદ ની દોસ્તી". મિત્રો, જો તમારા પણ આવા મિત્રો છે તો તમે જીવન મા ખુબજ સુખી છો. અને ખરેખર પહેલાના જન્મ મા સારા કર્મો કર્યા હશે. 2 મિનિટ વિચારીને એ બધા મિત્રો ને યાદ કરો જે તમારી ખુશીના મિત્રો છે. એ ખુશીઓ..એ પળો જે તમે એમની સાથે વહેચી છે. એ સમય જયારે તમે જીવન ની બધી ચિંતા છોડીને બસ આનંદ મા હતા. આ સમય યાદ કરો એક એવા મિત્ર ને જે તમારા માટે સૌથી પ્રિય છે. અંગ્રેજીમાં કહે છે ને – Priority. ક્યારેય વિચાર્યું શું ખાસ છે એ વ્યક્તિમા કે એ તમારો મિત્ર છે? મારા ખ્યાલ થી બધુંજ ખાસ અને કશુ પણ ખાસ નથી. આ જીવન મા દરેક જીવ ભલે એ નિર્જીવ કેમ ના હોય, બધાની પોતપોતાની અને જુદી જુદી વિશેષતા છે. પણ તમારાં મિત્રો તો સૌથી ખાસ છે અને આ ખાસ વ્યક્તિને પોતાનાથી ક્યારેય દૂર ન કરતા.
જીવન મા એક માણસ પાસે ઘણા બધા સંબંધો હોય સાચવવા માટે. અને એક દિવસ એવો આવે જયારે આપણને લાગેઃ કે હવે જે લોકો આપણી આજુબાજુ છે એ ઘણાં છે અને હવે કોઈ નવો સંબંધ એટલે આમ તો કહીએ કે નવા દોસ્ત બનાવવાની જરૂર નથી. આ વિચાર મને પણ ઘણી વખત આવ્યો છે. હું તો હજી બહુ નાની છું પણ સ્કૂલ ના મિત્રો, કોલેજ ના મિત્રો, કોલોની ના મિત્રો –એવા દરેક જગ્યા જ્યાં હું ગઈ છું ત્યાં બધે મિત્ર છે. અને આ લિસ્ટ દિવસે દિવસે મોટુ થતુ જાય છે. મને વિચાર આવે કે કેમ બધા ને સાચવવાં!? એટલે મેં નક્કી કરેલું કે હવે કોઈ મિત્ર નહિ બનાવું! મારા જેમ ઘણા બધા લોકોએ પણ આ વિચાર્યું હશે. કેમ કે રોજીંદા કામ અને ફેમિલી પછી જ્યા ખુદને માટે પણ ટાઈમ નથી તો એક દોસ્ત માટે ટાઈમ કેવી રીતે કાઢવો? દરેક વ્યક્તિ ને 24 કલાક એટલે 8 પ્રહર આપેલા છે અને આની અંદરજ દિવસ પૂરો થઈ જાય છે. મને લાગે છે આ કારણે જ ફ્રેંડશિપ ડે ... એક એવો દિવસ જ્યારે તમે તમારા બધા દોસ્તોને યાદ કરો...એમની સાથે મળી ને વાતો કરો...ને બનાવવામાં આવ્યો છે.
નૉંધ:
જો તમને મારી કોઈ વાત ખોટી કે પછી સારી લાગી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવો. અને તમે નેક્સ્ટ કયા ટોપિક પર આર્ટિકલ વાંચવા માંગો છો એ પણ કોમેન્ટ કરી જણાવો. જય શ્રી કૃષ્ણ.