આજ છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પણ દુઃખ ની વાત એ છે કે ગુજરાત રાજ્યમાં આજ ના દિવસ માં એક પણ વાઘ નથી. ઇતિહાસ માં પાછળ જઈ તોહ ખબર પડે છે કે ૧૯૬૦ ના દૌરમાં ૫૦ વાઘો ની સંખ્યા ડાંગ ના જંગલ માં હતી ત્યારબાદ ૧૯૭૨ માં આંકડો ફક્ત ૮ વાઘો પર આવી ગયો. ૧૯૭૯ માં ૭ અને ૧૯૮૩ માં જે આખરી વાઘ બચ્યો હતો એને કોઈ શિકારીએ ગોળી થી મારી નાખ્યો એવી ખબર સામે આવેલી. ૧૯૯૨ ના સેન્સસ ના મૂતાબિક ત્યારબાદ ગુજરાત રાજ્યમાં કોઈ પણ વાઘ જોવા નથી મળ્યો. ગુજરાત સરકાર નુ વન વિભાગ સતત પ્રયાસો કરતા હોય છે કે રતનમહેલ સેન્ટ્યુરી માં કોઈ પણ વાઘ દેખાય પણ આજ સુધી એવું નથી થયું.
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ની શરૂઆત ત્યારે થઈ જ્યારે ૯૭% વાઘ અને બીજા જંગલી પશુ ની સંખ્યા નો આંકડો સામે આવ્યો. જાણવા મળ્યું કે ફક્ત ૩૦૦૦ જિંદા વાઘો છે. ત્યારબાદ બધા દેશો મળી ને આ વિશે ચર્ચા કરી જે ૨૦૧૦માં રશિયાના સેન્ટ પીટર્સબગમાં યોજાઈ. સમિટ દરમિયાન આ વિશે ખાસ ચર્ચા પચે ૧૩ દેશોએ નિર્ણય લીધો જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, મલેશિયા અને રશિયા શામિલ હતા. સમિટ માં નક્કી કરવામાં આવ્યું કે દર થોડા વર્ષો માં એક નવો વિષય લેવામાં આવશે જે વાઘ ને બચાવા માટે સહાયપૂર્ણ સાબિત થાશે. ૨૦૨૫ નો વિષય છે "સ્વદેશી લોકો ને સ્થાનિય સમુદાય ને ધ્યાન માં રાખતા વાઘોના ભવિષ્યને સુરક્ષિત કરવું". આ વિષય ઉપર સતત સરકાર અને વિશેષગ્યો દ્વારા કર્યા ચાલ્યા કરે છે.
ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી એકવાર વાઘની હાજરી નોંધાઇ છે. દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે. દાહોદના જંગલોમાં વાઘ હોવાની પુષ્ટિ ખુદ ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુસન્તા નંદાએ કરી છે. તેમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ આ વાઘ મઘ્યપ્રદેશથી કાઠિયાવાડ ક્રોશ કરીને દાહોદમાં પહોચ્યો હતો. જોકે હાલ એવી કોઈ સત્તાવાર માહિતી નથી કે ગુજરાતમાં હાલ વાઘ છે કે નહી.
કેન્દ્રીય પર્યાવરણ, વન એવં જળવાય પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ એ મંગળવારે કહ્યું કે ભારત એ વાઘ સંરક્ષણ માં ઉલ્લેખનીય સફળતા હાંસિલ કરી છે અને દેશમાં ફિલહાલ ૩૬૮૨ વાઘો છે. ભારત માં ૫૨ રિઝર્વ જેની સહાયતા થી આ થઈ શક્યું.
જ્યારે સમિટ થઈ હતી ત્યારે દેશમાં એટલે કે ૨૦૧૦ માં વાઘો ની સંખ્યા ૧૭૦૬ હતી જે વધી ને ૨૦૧૦ કરતા ડબલ વધુ થઈ ગયી છે. પૂરા વિશ્વ માં વાઘો ની સંખ્યા ૫૫૦૦ જેટલી થઈ ગયી છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવાનો નિર્ણય દેશ અને વિદેશ માટે કારગર સાબિત થયો. હજુ પણ ઘણા જોખમી પરિબળો છે જેમકે વસવાટની ખોટ, શિકાર, ગેરકાયદેસર વન્યજીવનો વેપાર, આબોહવા પરિવર્તન અને વન્યજીવન સંરક્ષણમાં નબળું રોકાણ. ભારત માં વાઘો કેવી રીતે વધ્યા એના પર નજર કરીએ તો ૨૦૨૩ એપ્રિલ માં ૭૬ ટકા વાઘોની વસ્તી ભારત દેશમાં હતી જે ખૂબ ગૌરવ ની વાત છે. ભારત ના રિઝર્વેસ માં ખાસ કરી ને વાઘો માટે ૭૫૦૦૦ ચોરસ કિલોમીટર ની જમીન છે.