ગુજરાતમાં ૧ વર્ષમાં ૧૫૬ બાળકો દત્તક લેવાયા, ૪૪ ટકા દીકરાઓ

સોમવાર, 28 જુલાઈ 2025 (15:59 IST)
adopted child
૨૦૨૪-૨૫ ના આંકડા પ્રમાળે ગુજરાત રાજ્યમાં ૧૫૬ બાળકો દત્તક લેવાયા. જોવા મળ્યું કે દીકરીઓ ની સંખ્યા દીકરાઓ કરતા વધુ છે. સરકારી આંકડાઓ કહે છે કે આ વર્ષ ૬૪ બાળકો અને ૭૮ બાળકીઓ ને દત્તક આપ્યા. છેલ્લા ૧૦ વર્ષોથી દીકરીઓ ને વધુ દત્તક લેવાનું ચલણ વધ્યુ છે. 
 
દત્તક લેવામાં સર્વ પ્રથમ નંબર છે મહારાષ્ટ્ર નો. મહારાષ્ટ્રમાં કુલ ૮૪૯ બાળકો દત્તક લેવામાં આવ્યા. ત્યાર બાદ તમિલનાડુ, પ. બંગાળ, કર્ણાટક અને ઓડિશા નું નામ લિસ્ટ માં જોવા મળ્યું. દેશમાં કૂળ ૪૧૫૫ બાળકોને દત્તક લેવામાં આવ્યું છે અને વિદેશમાં ૩૬૦ નો આંકડો સામે આવ્યો.  વિશેષજ્ઞ કહે છે કે દિકરીઓ ને વધુ દત્તક લેવાનુ  કારણ બદલાતા વિચારો અને બદલાતા જમાનાનુ ઉદાહરણ છે.  
 
શિશુને દત્તક લેવા માટે અધિક લોકો દીકરીઓને પસંદ કરે છે. ૮૦ ટકા દંપતીઓ સંતાન તરીકે દીકરી ઇચ્છે છે. આવી બદલતી સોચ રાજ્ય અને દેશ માટે સારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર