26 જુલાઈના રાજ્યમાં ધોધમાર વરસાદ ની આગાહી કરવામાં આવી હતી. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં વલસાડના કપરાડામાં 6.77 ઇંચ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું. ઘણા બધા જિલ્લા એવા પણ છે જ્યાં મેઘરાજ હાજરી પુરાવા આવ્યા છે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ આજે રાજ્ય માં વરસાદ નોંધાયો છે. 1 થી ૩ ઇંચ વરસાદ રાજ્યના આઠ તાલુકા ખેરગામ, માંગરોલ, માંડવી, ધરમપુર, પારડી, વલસાડ, આહવા અને સુબિર માં નોંધાયો. હવામાન વિભાગે પણ 31 જુલાઈ સુધી વરસાદ ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ માં અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
આગાહી પ્રમાણે 26 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતનાં ક્ષેત્રો જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ સિવાય વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં મોટા ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ઉપરાંત 27 જુલાઈના રોજ પણ પરિસ્થિતિમાં કોઈ ઝાઝો બદલાવ આવવાની શક્યતા નથી.
આગાહી પ્રમાણે ઉપરોક્ત તમામ સહિત, રાજકોટ, જામનગર હળવાથી મધ્યમ કક્ષાનો ગાજવીજ સાથેનો વરસાદ પડવાની સંભાવના છે.
5 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે રાજ્યના દમણ, દાદરા, ડાંગ, નવસારી, વલસાડ અને નગર હવેલીમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરતમાં આજે ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, દાહોદમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં પણ હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.