સાબરકાંઠાના સાબર ડેરી દિવસ ના આંદોલન પછી પશુપાલકો ને રાહત મળી. એક ખેડૂત ના દુઃખદ અવસાન પામ્યા. ડેરી ખેતી દેશ માં કૃષિ પછીની બીજી સૌથી મોટી આર્થિક પ્રવર્તી તરીકે ઊભરી છે. જેમાં ૭૦% કરતા વધુ ગ્રામ્ય પરિવારોએ પશુપાલન સાથે જોડાયેલા છે, ખાસ કરીને નાના ખેડૂતો, જેઓ બેથી પાંચ પશુઓ પડે છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક પશુપાલકો હાલ દૂધના ભાવને લઈને ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા. તેમને યોગ્ય ભાવ ન મળતા વિરોધ કરી રહ્યા હતા આ કારણે તેઓ સાબર ડેરીમાં દૂધ આપવાનું બંધ કરી રહ્યા છે. ઘણા પશુપાલકો તો રોષમાં આવીને ડેરી સુધી દૂધ પહોંચાડવાને બદલે અડધા રસ્તે જ દૂધના ટેન્કરોનું દૂધ રસ્તા પર ઢોળી રહ્યા હતા.