ભાજપની ‘પપ્પુ’વાળી ટીવી જાહેરાત પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (12:38 IST)
ચૂંટણી પંચે ભાજપની ટીવી જાહેરાતમાં ‘પપ્પુ’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. એવું સમજવામાં આવે છે કે, આ શબ્દ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાન બનાવવા માટે જાણી જોઈને કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધી પર કટાક્ષ કરવા માટે આ શબ્દનો વારંવાર ઉપયોગ થતો રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ એડ પર રોક લગાવ્યા બાદ ભાજપ હવે આ એડમાંથી શબ્દ કાઢશે અથવા તો તેની જગ્યાએ નવો સુધારો કરીને ચૂંટણી પંચ સમક્ષ તેને રજૂ કરશે.

ચૂંટણી પંચે જે ટીવી જાહેરાતમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દ પર વાંધો ઉઠાવ્યો છે તે અંગે ભાજપના સૂત્રોએ પક્ષની આ એડ્ પર પ્રતિબંધ મુકાયો હોવાનું સમર્થન કરીને કહ્યું હતું કે, જાહેરાતની સ્ક્રિપ્ટમાં કોઈ વ્યક્તિને ટારગેટ કરવામાં આવે તેવો કોઈ શબ્દ પ્રયોગ કરાયો ન હતો. જોકે તેમ છતાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના વડપણ હેઠળની મીડિયા કમિટીએ સ્ક્રિપ્ટમાં દર્શાવાયેલા એક શબ્દ સામે વાંધો લીધો હતો અને તેને કારણે પ્રતિબંધ મૂકી દીધો છે.

સંબંધિત સમાચાર

Next Article