આ વખતે ગુજરાત કોનુ... ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે ખરાખરીનો જંગ

રવિવાર, 12 નવેમ્બર 2017 (21:42 IST)
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. એક-એક બેઠક જીતવી બંને માટે મહત્વની બની રહેવાની છે. પણ, 2012  ની ચૂંટણીના પરિણામો પર નજર નાંખીએ તો 50  બેઠકો એવી હતી કે જયાં પાંચ ટકા કરતા ઓછા મતે જે-તે પક્ષના ઉમેદવારની જીત થઈ હતી. એમાંય 10  બેઠકો પર તો બે હજાર મત કરતા પણ ઓછી મતની સરસાઈથી ઉમેદવારો માંડ-માંડ જીતી શકયા હતા. જેના કારણે આ વખતની ચૂંટણીમાં આ 50  બેઠકો જાળવી રાખવી જે-તે પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બનશે. જોકે, ઓછી સરસાઈથી જીતેલી બેઠકો કોંગ્રેસ પાસે વધુ હોવાથી તેની સામે મોટો પડકાર છે.
 
 
 આ વખતે ગુજરાતમાં જે રીતનો ચૂંટણીનો માહોલ ઊભો થયો છે, તે જોતાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે તે નક્કી છે. કોઈપણ પક્ષ જંગી બહુમતી જીતી જશે એવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી, એવો ટ્રેન્ડ પણ દેખાતો નથી. આ સંજોગોમાં 2012 ૨માં ઓછા મતથી ગુમાવેલી બેઠકો જીતવા બંને પક્ષો કોઈ કસર નહીં છોડે તે નિશ્વિત છે. પાંચ ટકાની સરસાઈની પ્રથમ 60૦ બેઠકોમાંથી 26 બેઠકો કોંગ્રેસ પાસે છે, તો કુલ 120  બેઠકોમાંથી 22 બેઠક જ ભાજપ પાસે છે, જેમાં પાંચ ટકાથી ઓછી સરસાઈ મળેલી હોય. એટલે કોંગ્રેસ સામે તેની બેઠકો જાળવી રાખવાનો મોટો પડકાર છે.
 
જે બેઠકો પર વિજેતા ઉમેદવાર પાંચ ટકાથી ઓછા મતે જીત્યા હતા તેવી બેઠકો અંજાર, થરાદ, પાલનપુર, રાધનપુર, પાટણ, બેચરાજી, પ્રાંતિજ, ગાંધીનગર , ગાંધીનગર, સાણંદ, બાપુનગર, દરિયાપુર, વાંકાનેર, રાજકોટ, કાલાવડ, ડભોઈ, જામનગર , જામનગર , દ્વારકા, માણાવદર, લાઠી, કરજણ, માતર, નડીયાદ, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ, લૂણાવાડા, વાદ્યોડીયા, ડાંગ, જેતપુર છે. 
 
દહેગામ, ધોરાજી, સોમનાથ, તલાલા, ગોધરા, છોટા ઉદેપુર બેઠકો કોંગ્રેસ, જયારે મોરબી, દેડીયાપાડા અને સાવરકુંડલા બેઠકો ભાજપે અને ધોરી બેઠક જીપીપીએ બે ટકા કરતા ઓછા માર્જિનથી જીતી હતી. દહેગામમાં કોંગ્રેસના ઉમેદવાર 1.79   ટકાના માર્જિનથી જીત્યા હતા, જેમને 2297 મતની લીડ મળી હતી. ધોરાજીમાં કોંગ્રેસનું જીતનું માર્જિન 1.79  ટકા હતું અને લીડ હતી 2943 મતોની. સોમનાથમાં 1. 33 ટકાનું માર્જિન હતું અને લીડ હતી 2 096 મતોની. તલાલામાં 1.05  ટકાના માર્જિન સાથે 1478  મતોથી કોંગ્રેસે બેઠક જીતી હતી. ગોધરામાં 1.80  ટકાનું માર્જિન સાથે લીડ હતી 2868 મતોની. છોટા ઉદેપુરમાં 1.56  ટકાના માર્જિન સાથે કોંગ્રેસને 2305 મતોની લીડ મળી હતી.
 
ભાજપની વાત કરીએ તો ભાજપે મોરબી બેઠક 1.71  ટકાના માર્જિન સાથે 2 760  મતોની લીડથી જીતી હતી. જયારે દેડીયાપાડા બેઠક 1.68  ટકાના માર્જિનથી અને ૨૫૫૫ મતોની લીડથી જીતી હતી. તેમજ સાવરકુંડલા બેઠક 1.81 ટકાના માર્જિનથી 2384 મતોની લીડથી ભાજપે જીતી હતી. 
 
   જયારે ધારીની બેઠક જીપીપીના ફાળે ગઈ હતી. જે જીપીપીએ 1.21  ટકાના માર્જિનથી 1575  મતોની લીડથી જીતી હતી.    કડી, કાંકરેજ, કલોલ, લીંબડી, સોજીત્રા અને સંખડા બેઠક એવી છે કે જયાં કોંગ્રેસના ઉમેદવાર 1 ટકા કરતા ઓછા માર્જિનથી જીત્યા હતા. જયારે આણંદ પર ભાજપના અને ઉમરેઠમાં એનસીપીના ઉમેદવાર 1 ટકા કરતા ઓછા માર્જિનથી જીત્યા હતા.
 
   કડી બેઠક પર કોંગ્રેસની જીતનું માર્જિન હતું 0.69 ટકા અને લીડ હતી 1217 મતોની. કાંકરેજમાં 0.37 ટકા માર્જિન સાથે 600 મતોની લીડથી જ કોંગ્રેસે બેઠક મેળવી હતી. કલોલમાં પણ કોંગ્રેસની જીતનું માર્જિન 0.24 ટકા હતું અને લીડ હતી 343 મતોની. લીંબડીમાં 0.99 ટકા માર્જિન સાથે 1561 મતે કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. સોજિત્રમાં તો કોંગ્રેસના ઉમેદવાર માત્ર 162 મતોની લીડથી જીત્યા હતા. તેમનું જીતનું માર્જિન હતું 0.12 ટકા. સંખેડા બેઠક કોંગ્રેસે 0.84 ટકાના માર્જિનથી 1452 મતોની લીડથી મેળવી હતી.
 
   જયારે આણંદમાં ભાજપના ઉમેદવાર 0.58 ટકાના માર્જિનથી 987 મતોની લીડથી જીત્યા હતા. તો ઉમરેઠમાં એનસીપીના ઉમેદવાર 08.6 ટકાના માર્જિનથી 1394 મતે જીત્યા હતા
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર