રિટાયર થઈ ગયા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હવે રાષ્ટ્રપતિ ભવન મૂકીને બીજા સરકારી બંગલામાં શિફ્ટ થઈ જશે. તેમના કાર્યકાળના દરમિયાન તેણે ઘણા પ્રકારની સુવિધાઓ મળતી હતી. હવે રિટાયરમેંટ પછી પણ તેણે ઘણા પ્રકારની સુવિધાઓ મળતી રહેશે. જેમ કે રહેવા માટે કે પણ સરકારી બંગલો અપાશે તે પૂર્ણ રીતે ફર્નિશ્ડ હશે. તે સિવાય નિ: શુલ્ક હવાઈ યાત્રા અને મફત વિજળી સાથે પેંશન પણ મળશે.
રાષ્ટ્રપતિ પદ મૂક્યા પછીએ શું શું સુવિધાઓ મળે છે
આટલી માસિક પેંશન મળશે- પ્રેસિડેંટ ઈમાલ્યુમેંટ્સ એક્ટ 1951 કહે છે કે રિટાયરમેંટ પછી રાષ્ટ્રપતિને દર મહીને પેંશ મળશે. પેંશનની રકમ 1.5 લાખ રૂપિયા દર મહીને હશે.
ફર્નિશ્ડ સરકારી બંગલો- રહેવા માટે જે પણ સરકારી બંગલો અપાશે તે પૂર્ણ રૂપે ફર્નિશ્ડ હશે. તેનો ઉલ્લેખ એક્ટમાં પણ કરાયો છે.
સિક્યોરિટી અને સ્ટાફ- તેના કામની દેખરેખ માટે 2 સચિવ અને સુરક્ષા માટે દિલ્હી પોલીસના બે જવાનને લગાવાશે. તે સિવાય 5 લોકોના પર્સનલ સ્ટાફ હશે.
આ સુવિધાઓ મળશે-
તેના આવાસ માટે 2 લેંડલાઈન, 1 મોબાઈલ અને 1 ઈંટરનેટ કનેક્શન મળશે. તે સિવાય પાણી અને વિજળી મફત મળશે.
કાર અને ડ્રાઈવર- સરકારની તરફથી એક કાર અને એક ડ્રાઈવર અપાશે. તેમની પગાર અને પેટ્રોલનો ખર્ચ સરકાર જ ઉપાડશે. દર મહીને ગાડી માટે 250 લીટર પેટ્રોલ આપવામાં આવશે.
લાઈફટાઈન ફ્રી ટિકિટ- આટલુ જ નહી ટ્રેન અને ફ્લાઈટમાં લાઈફટાઈમ ફ્રી ટિકટ અપાશે. તે સિવાય રાષ્ટ્રપતિની પત્નીને 30 હજાર રૂપિયા સચિવીય મદદના રૂપે અપાય છે.
રિટાયરમેંટ પછી જો પૂર્વ રાષ્ટ્રપતિ કે તેમના પત્ની ફરીથી આ પદ માતે ચૂંટણી લડે છે અને જીતે પણ છે તો તેમના પરિવારને આ બધી સુવિધાઓ ત્યારે સુધી નહી મળશે જ્યારે સુધી તે ફરીથી રિટાયર નથી થઈ જાય.