Two years ago, he committed rape with an 8-year-old girl, got the death penalty
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના એક ગામે આજથી બે વર્ષ પહેલાં પોક્સો અંગેનો ગુન્હો નોંધાયો હતો. જે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીને તકસિરવાન ઠરાવી દેહાતદંડ-ફાંસીની સજા અને રૂ.25 હજારનો દંડ ફરમાવ્યો છે.
જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, કોડીનાર તાલુકાના એક ગામે આજથી બે વર્ષ પહેલાં આરોપીએ ભોગ બનનાર મરણ જનાર (ઉ.વ.8)ની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરી મોત નિપજાવી લાશને બાચકામાં ભરી અવાવરૂ જગ્યાએ મુકી દીધી હતી. તે અંગે ગુન્હો નોંધાતા આ બનાવની ગંભીરતાને લઇ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ તપાસ માટે SITની રચના કરી હતી.જેમાં એએસપી ઓમપ્રકાશ જાટ, સંદિપસિંહ ચુડાસમા, પી.આઇ અશોક મકવાણા સહિતનાએ ખુબ જ ટૂંકા સમયમાં માત્ર 25 દિવસમાં આરોપીની ઓળખ કરી આરોપી વિરૂદ્ધ વૈજ્ઞાનિક તેમજ અન્ય પુરાવા મેળવી તપાસ પૂર્ણ કરી
ચાર્જશીટ કરતાં કોડીનાર એડી. ડ્રિસ્ટ્રીક એન્ડ સેસન્સ.જજ સમક્ષ આ કેસ ચાલ્યો હતો. જેમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલને સ્પે.પી.પી તરીકે કેતનસિંહ વાળાને પ્રોશિક્યુશન કેસ ચલાવવા ગ્રહમંત્રી હર્ષ સંઘવી, કાયદા મંત્રી અને ડાયરેક્ટર ઓફ પ્રોશિક્યુશનએ આદેશ કર્યો હતો.