રાજકોટમાં 12 વર્ષની કિશોરીથી દુષ્કર્મ, 7 મહિનાનો ગર્ભ રહ્યો, પિતા નક્કી કરવા DNA ટેસ્ટ

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (19:04 IST)
રાજકોટના કોઠારિયા રોડ પર વેલનાથપરા વિસ્‍તારમાં બે શખસે 12 વર્ષની કિશોરીને હવસનો શિકાર બનાવ્યાની ચકચારી ઘટના સામે આવી છે. આજીડેમ ચોકડી પાસે માનસરોવરમાં રહેતાં મૂળ બિહારના બે શખસે કોઠારીયા વિસ્‍તારમાં રહેતી 12 વર્ષની બિહાર પંથકની જ એક કિશોરીને હવસનો શિકાર બનાવી છે. બંનેએ અલગ અલગ રીતે કિશોરી સાથે છેલ્લા દોઢ વર્ષમાં અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ આચરતા આ કિશોરીના પેટમાં સાતેક મહિનાનો ગર્ભ રહી જતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે. જેમાં એક 22 વર્ષનો અને બીજો 24 વર્ષનો શખસ છે. ત્યારે સગીરાના પેટમાં રહેલુ બાળક કોનું? એ જાણવા DNA ટેસ્‍ટ કરાવવામાં આવશે.
 
પેટમાં દુઃખાવો ઉપડતા માતા પુત્રીને હોસ્પિટલ લઇ ગઇ
મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, મારે બે સંતાન છે અને છૂટક મજૂરી કરું છું. દીકરો પણ મજૂરીએ જાય છે. પતિની તબિયત સારી ન રહેતી હોઇ એ વતનમાં જ રહે છે. બે દિવસ પહેલા મારી દીકરી કે જેની ઉમર અધારકાર્ડ મુજબ 12 વર્ષ 3 મહિના જેટલી છે. તેને પેટમાં દુઃખાવો ઉપડતાં તપાસ કરાવતાં તેના પેટમાં સાત માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવ્‍યું હતું. આ જાણી હું ચોંકી ગઇ હતી. ઘરે જઇ દીકરીને ફોસલાવીને પૂછપરછ કરતા તેણે કબૂલ્‍યું હતું કે, પડોશમાં રહેતાં પોતાના ભાઇના ઘરે વરૂણ ઠાકુર આવતો-જતો હોઇ આથી પોતે તેને ઓળખે છે.
જ્‍યારે અગાઉ જ્‍યાં રહેતાં ત્‍યાં પડોશમાં રહેતાં અમનસિંગ રાજપૂતને પણ પોતે ઓળખે છે.

સંબંધિત સમાચાર

Next Article