એક તરફ રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે એવામાં અમદાવાદમાં તો તાપમાનનો પારો 40ને પાર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદમાં વધતી જતી ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. ઝાડા-ઉલટીના કેસમાં 100%નો વધારો થયો છે. અમદાવાદમાં એકાએક વાતાવરણમાં ફેરબદલ થતા ઝાડા-ઉલટી અને કમળાના કેસમાં વધારો થયો છે. એપ્રિલ માસમાં જ ઝાડા-ઉલટીના 205 કેસો નોંધાયા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઝાડા-ઉલટીના કેસોમાં 100%નો વધારો નોંધાયો છે