Team India Squads For South Africa Tour: સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણેય ફોર્મેટની શ્રેણી રમવા માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. આ ત્રણેય શ્રેણીમાં અલગ-અલગ ખેલાડીઓ ભારતીય ટીમની કમાન સંભાળતા જોવા મળશે. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર ટેસ્ટ સિરીઝ રમશે. BCCIએ આ બંને ખેલાડીઓને T20 અને ODI સિરીઝમાં શા માટે સામેલ ન કર્યા તેના પાછળનું કારણ જણાવ્યું છે.
રોહિત-વિરાટને T20-ODIમાં કેમ સ્થાન ન મળ્યું?
રોહિત-વિરાટને દક્ષિણ આફ્રિકા સામેની T20 અને ODI શ્રેણીમાં સ્થાન ન મળવાનું સાચું કારણ એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રમાયેલી મર્યાદિત ઓવરોની શ્રેણી માટે બ્રેકની માંગ કરી છે.
જેના કારણે BCCIએ તેને વ્હાઈટ ક્રિકેટમાંથી આરામ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે BCCIએ એક મીડિયા રિલીઝ જારી કરીને ટીમની જાહેરાત કરી છે. આમાં બીસીસીઆઈએ કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડને પ્રવાસના વ્હાઈટ બોલ લેગ (ઓડીઆઈ અને ટી-20 સીરીઝ)માંથી બ્રેક લેવાનો અનુરોધ કર્યો છે.
1 વર્ષથી ટી20 ટીમમાથી બહાર
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ છેલ્લા એક વર્ષમાં ટીમ ઈન્ડિયા માટે એક પણ ટી-20 મેચ રમી નથી. બંને ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપ 2022થી ટી20 ટીમની બહાર છે. તે જ સમયે, તે છેલ્લીવાર ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ODI રમતા જોવા મળ્યો હતો.