Birthday Special : લોર્ડ્સ મેદાન પર જ્યારે ભારતને ફોલોઓનથી બચાવવા માટે કપિલ દેવે મારી હતી સતત 4 સિક્સર

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2021 (11:25 IST)
ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન અને દુનિયાના બેસ્ટ ઓલરાઉંડર્સની ગણતરીમાં આવનારા કપિલ દેવ આજે પોતાનો 62મો જનમ દિવસ ઉજવી રહ્યા છે. કપિલ દેવનો જન્મ 6 જાન્યુઆરી 1959ના રોજ ચંડીગઢમાં થયો હતો.  કપિલ દેવની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 1983 માં પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલ જેટલો સારો બોલર હતો એટલી જ સારી બેટિંગ પણ કરતા હતા. . તેઓ  ક્રિકેટ ઇતિહાસના મહાન કેપ્ટનોમાં પણ ગણાય છે. કપિલ દેવે કુલ 9031 આંતરરાષ્ટ્રીય રન, 687 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. કપિલ સાથે જોડાયેલ એક કિસ્સો છે, જેમાં તેણે ભારતને ફોલો-ઓનથી બચાવવા માટે ઇંગ્લેન્ડ સામે સતત ચાર સિક્સર ફટકારી હતી.
 
વનડે ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી પહેલા 200 વિકેટ લેવાનો રેકોર્ડ કપિલ દેવના નામે નોંધાયો છે. જયારે કે એકમાત્ર એવો ટેસ્ટ ખેલાડી છે જેણા ખાતામાં 400 વિકેટથી વધુ અને 5000થી વધુ રન નોંધાયા છે. ચાલો આજે અમે તમને કપિલદેવના એ ચાર સિક્સર વિશે બતાવીએ છે જે ઈતિહાસના પાન પર નોંધાયેલ છે. 
 
1990 માં ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી અને લંડનના લોર્ડ્સના મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો અને ઇંગ્લેન્ડે ઇનિંગ્સને ચાર વિકેટે 653 રનમાં ડિકલેર કરી હતી. કેપ્ટન ગ્રેહામ ગુઝે 333, એલન લેમ્બે 139 અને રોબિન સ્મિથે અણનમ 100 રન બનાવ્યા હતા. જવાબમાં  ભારતીય ટીમ તરફથી રવિ શાસ્ત્રી અને કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સદી મારી હતી, જ્યારે કે  કપિલ દેવ 77 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. ભારતે 9 વિકેટ ગુમાવી દીધી હતી અને તેને ફોલોઓન ટાળવા માટે 24 રનની જરૂર હતી. કપિલ દેવ સ્ટ્રાઈક પર હતા અને સતત ચાર સિક્સર ફટકારીને ભારતને ફોલોઓનથી બચાવી લીધું. જો કે તે મેચમાં ભારતને 247 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
 

સંબંધિત સમાચાર

Next Article